-મહાભારતમાં કર્ણનું પાત્ર મને ઉદાર બનવા પ્રેરણા આપે છે: મૂર્તિ યુગલે લીધેલો સંકલ્પ પુરો કર્યો
દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસના સ્થાપક ચેરમેન એન.નારાયણમૂર્તિ અને તેમના પત્ની સુધામૂર્તિએ તિરુપતિ બાલાજી મંદિરમાં સોનાનો એક શંખ તથા કાચબાની મૂર્તિનું દાન કર્યુ હતું જે બંનેનું કુલ વજન 2 કીલોગ્રામ જેટલું થાય છે. સુશ્રી સુધામૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી રહી ચૂકયા છે.
- Advertisement -
બંને આજે તિરુપતિ બાલાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. તેમજ થિરૂમાલા તિરુપતિ મંદિર દેવસ્થાન સમીતી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને અહીની પરંપરા મુજબ તેઓએ સોનાનો શંખ તથા સોનાની બનેલો કાચબાની મૂર્તિનું દાન કર્યુ હતું. નારાયણ મૂર્તિએ હાલમાં જ એક સમારોહમાં કહ્યું હતું કે મને મહાભારતમાં જો કોઈ પાત્રએ સૌથી પ્રેરણા આપી હોય
તો તે કર્ણ છે. કારણ કે સૌથી મોટો દાનવીર હતો અને ઉદાર પણ હતો. મૂર્તિ યુગલે જે સોનાનો શંખ તથા કાચબાની મૂર્તિનું દાન આપ્યું છે તે ખાસ છે. તેઓએ આ સંકલ્પ લાંબા સમય પુર્વે કર્યો હતો. આ દાનને ‘ભૂરિ’ દાન તરીકે ઓળખવામાં આવે છે અને તેની અંદાજીત કિંમત રૂા.1.50 કરોડ ગણાય છે અને તિરુપતિ મંદિરમાં આ પ્રકારનું દાન ખૂબજ પુણ્યનું કાર્ય ગણાય છે.