-આ વન્ડર પેચથી સોઈની પીડાથી ડાયાબિટીકને મુકિત મળશે
દુનિયા સહીત ભારતમાં ડાયાબીટીસનો રોગ ખતરનાક સ્તરે વધી રહ્યો છે.આ સંજોગોમાં ભારતીય અણુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈએએમઆર)ના વૈજ્ઞાનિકોએ એક એવુ વન્ડર પંચ (ડાયાબીટીક પંચ) વિકસીત કર્યુ છે જેને ત્વચા પર લગાવવાથી ઓટોમેટીક શરીરમાં સુગરના સ્તરની સારસંભાઈ થશે અને જરૂરત પડવા પર દવા પણ શરીરમાં પહોંચી જશે.
- Advertisement -
આઈસીએમઆર મેડીકલ ડિવાઈસ એન્ડ ડાયગ્નોસ્ટીકસ મિશન અંતર્ગત અનેક નવી ટેકનિકોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે વિભિન્ન બિમારીઓની તપાસ અને ઉપચાર પ્રક્રિયાને સરળ બનાવશે આ મિશનનું લક્ષ્ય વધુને વધુ ચિકિત્સા ઉપકરણ દેશમાં જ તૈયાર કરવાનું છે. આ કડીમાં ડાયાબીટીક પેચ પણ તૈયાર કરવામાં આવ્યુ છે.હવે તેના પરિક્ષણની તૈયારી કરવામાં આવી રહી છે.
ન્યુ સાયન્ટીસ્ટ જર્નલનાં એક રિપોર્ટ મુજબ ડાયાબીટીક પેચ વારંવાર આંગળીમાંથી લોઢી કાઢીને લોહીમાં સુગરનું સ્તર તપાસવા અને ઈુસ્યુલીન ઈન્જેકશન લગાવવાની પીડાદાયક પ્રક્રિયાથી છુટકારો અપાવવામાં કારગત નીવડશે.
દર્દ નહિં થાય, સોંય ભોંકાવવાનો અહેસાસ
એક રિપોર્ટ મુજબ પેચમાં લાગેલી સુક્ષ્મ સોઈઓ 250 માઈક્રો મીટરથી ઓછા વ્યાસ અને તેની લંબાઈ એક મિલિમીટરથી પણ ઓછી હોય છે.આ પરિસ્થિતિમાં પેચને ત્વચામાં લગાવવામાં આવે છે તો દર્દીને સોઈ ભોંકાવવાનો અનુભવ નહીંવત થાય છે.
- Advertisement -
પરસેવાથી સુગરના સ્તરનો પતો મળ્યા બાદ ઉપચાર શરૂ
ડાયાબીટીક પેચને હાથ ઉપર કયાંય પણ બાંધી શકાય છે. તેમાં એક ઈલેકટ્રોકેમીકલ એનાલાઈઝર લગાવેલુ હોય છે. જે ત્વચામાં પરસેવાથી સુગરના સ્તરનો પતો મેળવે છે. આ સુગર સ્તર વધતા જ પંચમાં લાગેલી મેટફોર્મીન દવા તેમાં લાગેલી સુક્ષ્મ સોઈઓમાં માધ્યમથી ત્વચાની અંદર પેશીઓમાં જવાનું શરૂ કરે છે.આ પ્રક્રિયામાં હોસ્પીટલ કે સ્વાસ્થ્ય કર્મીની જરૂર નથી પડતી. તેમાં દવાની જગ્યાએ ઈુસ્યુલીનના વિકલ્પ પણ સંભવ છે.