ખાદ્યચીજોમાં બેફામ ભાવ વધારાની સ્થિતિ છે. ચોખામાં પણ કેટલાંક વખતથી અસામાન્ય ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવ પર અંકુશ મેળવવા કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવાની વિચારણા હાથ ધરી છે. આ અંગે તૂર્તમાં નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકારનાં સુત્રોએ કહ્યું કે તહેવારોની આગામી સીઝનમાં ચોખાની ડીમાંડ વધી શકે છે અને ઉંચા ભાવથી ઉહાપોહ સર્જાવાની ભીતિથી સરકારે આગોતરા પગલા વિચાર્યા છે. છેલ્લા બે સપ્તાહમાં ચોખામાં 15 થી 20 ટકાની તેજી થઈ છે.
- Advertisement -
ઉત્પાદક મથકોએ ભારે વરસાદથી વાવેતર ઉત્પાદન પ્રભાવીત થવાની આશંકાથી ભાવ વધારો છે. આવતા મહિનાઓમાં ભાવ વધુ વધી શકે છે. તહેવારો તથા ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. સરકારે થોડા મહિના પૂર્વે પણ તૂટેલા ચોખાની નિકાસી પ્રતિબંધીત કરી હતી.
સફેદ-બ્રાઉન ચોખાની નિકાસ પર જકાત લાદી હતી. આ વખતે અલ-નીનોની અસરે ઉત્પાદન ઘટવાની ભીતિથી ભાવ અત્યારથી જ તેજ થઈ ગયા છે.ઘઉં અને ખાંડની નિયમ પર અગાઉ જ પ્રતિબંધ મુકાયો હતો.