અમેરિકામાં ફાયરિંગની વધુ એક ઘટના
ખાસ-ખબર સંવાદદાતા
દેશના લોકોને સ્વરક્ષણ માટે બંદુકો રાખવા માટે અપાયેલો અધિકાર હવે અમેરિકન સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. અમેરિકામાં જાહેર સ્થળોએ અંધાધૂધ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે.લેટેસ્ટ કિસ્સામાં ક્લીવલેન્ડ શહેરની નાઈટ ક્લબ વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં નવ લોકો ઘાયલ થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
- Advertisement -
પોલીસના કહેવા અનુસાર રવિવારે જ્યારે ક્લીવલેન્ડના વેરહાઉસ ડિસ્ટ્રિક્ટમાં નાઈટ ક્લબો બંધ થઈ રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ અને ફાયરિંગ કરનાર વ્યક્તિ ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ પણ સામેલ છે.એકની હાલત ગંભીર છે.
પોલીસે ફાયરિંગ કરનારની તપાસ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનુ શરુ કર્યુ છે. આ વિસ્તારમાં વીક એન્ડ સમયે મોટી સંખ્યામાં પોલીસ હાજર હોય છે.આમ છતા શૂટરે ફાયરિંગ કર્યુ હતુ અને તે એક ચોંકાવનારી વાત છે. જોકે આ સ્થિતિમાં તો પોલીસ માટે ફાયરિંગ કરનારને રોકવો મુશ્ર્કેલ હતો.