પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 42 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસના શુભ અવસર પર ક્રિકેટર્સ અને ફેંસ તેમને શુભ કામનાઓ આપી રહ્યા છે. આ વચ્ચે સુરેશ રૈનાએ પણ ધોનીને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.
ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 42 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસના શુભ અવસર પર ફેંસ અને ક્રિકેટર્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આ વચ્ચે ક્રિકેટના મેદાન પર માહિના સૌથી ખાસ યાર સુરેશ રૈનાએ પણ તેમને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.
- Advertisement -
Happy birthday to my big brother @msdhoni ! 🎉 From sharing the pitch to sharing our dreams, the bond that we've created is unbreakable. Your strength, both as a leader and as a friend, has been my guiding light. May the year ahead bring you joy, success, and good health. Keep… pic.twitter.com/0RJXCKEz7B
— Suresh Raina🇮🇳 (@ImRaina) July 6, 2023
- Advertisement -
રૈનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ધોનીની સાથે તેમની જુની યાદોની તસવીરો છે. તે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફેમસ હિંદી સોન્ગ વો દિન ભી ક્યા દિન થે ચલાવી રહ્યા છે. ઘણા ફેંસ માહી અને રેનાનો આ યારાના જોઈ ઈમોશનલ થઈ ગયા છે.
રૈનાએ ધોનીને આપી જન્મદિવસની શુભકામનાઓ
સુરેશ રૈનાએ આ વીડિયોને શેર કરી લખ્યું, “મારા મોટા ભાઈને જન્મદિવસની શુભકામનાઓ, પિચ શેર કરવાથી લઈને પોતાના સપના શેર કરવા સુધી, અમે જે બંધન બનાવ્યા છે તે અટૂટ છે. એક લીડર અને મિત્ર બન્નેના રૂપમાં તમારી તાકાત મારૂ માર્ગદર્શન કરી રહી છે. આવનાર વર્ષ તમારા માટે ખુશી, સફળતા અને સારૂ સ્વાસ્થ્ય લઈને આવે. ચમકતા રહો. નેતૃત્વ કરતા રહો અને પોતાનો જાદુ ફેલાવતા રહો.”
View this post on Instagram
જય-વીરૂની જોડી કહેવાતા ધોની-રૈના
ક્રિકેટની ગલીઓમાં ધોની અને રૈનાની જોડીને જય-વીરૂની જોડી કહેવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ઘણા વર્ષ રમવાથી લઈને આઈપીએલમાં પણ આ બન્નેને લાંબા સમય સુધી એક ડ્રેસિંગ રૂમ શેર કર્યો. ત્યાં જ જ્યારે રિટાયરમેન્ટની વાત આવી તો ત્યાં પણ તેમની જોડી સાથે જોવા મળી.
ધોનીએ 15 ઓગસ્ટ 2020એ 7.29 વાગ્યે પોતાના સન્યાસની જાહેરાત કરી હતી. ફેંસ આ દુખથી ઉભર્યા જ હતા કે સુરેશ રૈનાએ પણ પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીને જ્યાં થાલાના નામથી જાણવામાં આવે છે. ત્યાં જ રૈનાને ચિન્ના થાલાના નામથી. આ બન્નેએ ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સને એક સાથે મળીને મેચ જીતાવી હતી.