લાંબી સારવાર બાદ કોરોનાથી દર્દીઓ સાજા થઈ ગયા પણ કેટલાંકનાં ફેફસામાં ફાઈબ્રોસીસ થઈ ગયા, જેથી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી: આ ફાઈબ્રોસીસ થવાનું કારણ એમ્સના સંશોધનના પરિણામ બાદ બહાર આવશે
કોરોના મહામારી દરમ્યાન ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓનાં ફેફસાનાં ટીસ્યુઓ કઠોર થઈ ગયા છે. લાંબી સારવાર પછી દર્દી તો ઠીક થઈ ગયેલા પણ ફેફસાનાં કઠોર થયેલા ટીસ્યુઓ ફરી કોમળ ન બની શકયા, આ અસરગ્રસ્ત દર્દીઓને હજી પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આવા દર્દીઓનાં ફેફસામાં ક્રાઈબોસીસ બની ગયા છે. આનુ કારણ હવે બહાર આવી શકે છે.
- Advertisement -
એમ્સે આ માટે મોટા સ્તરે પોતાની રીતે પહેલી સ્ટડી શરૂ કરી દીધી છે. આ અભ્યાસમાં કોરોના મહામારી દરમ્યાન સંક્રમીત થયેલા 40 થી 70 વર્ષનાં અસરગ્રસ્ત દર્દીઓને સામેલ કરવામાં આવશે.આ અધ્યયનથી ખબર પડશે કે ફેફસાનાં ટિસ્યુમાં આવેલી કઠોરતા માટે કયુ કારણ જવાબદાર છે.
વિશેષજ્ઞો જણાવે છે કે, જે દર્દીઓનાં ફેફસામાં ફાઈબ્રોસીસ બની ગયા છે તેને ફરીથી સામાન્ય કરવા સંભવ નથી. આ પરિસ્થિતિમાં અધ્યયનથી ખબર પડશે કે દર્દીઓમાં ફાઈબ્રોસીસ બનવા માટે કયૂ મોલિકયુલર જવાબદાર છે.જયારે કોરોનાથી સંક્રમિત થયા બાદ જે દર્દીઓનાં ફેફસા પુરી રીતે ઠીક રહ્યા તેમાંથી ફાઈબ્રોસીસથી બચવા માટે કયુ મોલિકયુલર કામ કરી રહ્યું હતું.
શૂં હોય છે ફાઈબ્રોસીસ
ફાઈબ્રોસીસ ફેફસાની એક બિમારી છે. જે ટિસ્યુને નુકશાન પહોંચાડે છે. કોરોનાથી સંક્રમિત થઈને દર્દીઓમાં ફેફસાનાં ટિસ્યુ કઠોર થવા લાગ્યા હતા જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
- Advertisement -
શરીરમાં ઓકસીજનની કમીથી હૃદય અને શ્વસન સંબંધ સમસ્યાઓ પેદા થઈ હતી. સામાન્ય ફેફસાનાં ટિસ્યુ કોમળ હોય છે. જેથી શ્વાસ લેવામાં-છોડવામાં સરળતા રહે છે. એમ્સનાં ફિઝીયોલોજી વિભાગે પોતાના અધ્યયન ભારે દર્દીઓનું બે ગ્રુપ બનાવશે તેમાં એક ગ્રુપનાં ગંભીર દર્દીઓ હશે. જેમનાં ફેફસામાં ફાઈબ્રોસીસ મળ્યા છે. જયારે બીજા ગ્રુપમાં એવા દર્દીઓ હશે જેમનાં ફેફસામાં ફાઈબ્રોસીસ નહી થયા હોય કે ટિસ્યુને વધુ નુકશાન નહિં થયુ હોય.