કુલસચિવે કહ્યું, પ્રોફેસર નથી એટલે વિદ્યાર્થીઓને આ વિષય પસંદ ન કરવા દેવો !
સંસ્કૃતિ, સભ્યતા, રામાયણ, બૌદ્ધ ધર્મ સહિતના મુદ્દાથી વાકેફ કરવાને બદલે કોર્સ જ બંધ કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે માણસને હાથ કે પગમાં ગુમડું થાય તો આપણે જે જગ્યાએ ગુમડું થયું છે તેની સારવાર કરીએ છીએ, હાથ કે પગ કાપી નાખતા નથી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિના પ્રોફેસર શોધવાને બદલે તે આખો કોર્સ જ બંધ કરી દેવા પરિપત્ર કરીને વિદ્યાના ધામ અને શિક્ષણવિદને શોભે નહીં તેવું પરાક્રમ કર્યું છે.
એકબાજુ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તમામ યુનિવર્સિટીઓમાં લાગુ થવાની છે જેમાં ભારતીય સંસ્કૃતિ, ભારતના સમૃદ્ધ વૈવિધ્ય ઉપર ભાર મુકાયો છે ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ શૈક્ષણિક વર્ષ 2023-24થી ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપક નહીં હોવાને કારણે બંધ કરવા અને આર્ટસના વિદ્યાર્થીઓને આ વિષય નહીં રાખવા દેવા સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરી દેવાયો છે. આર્ટસના સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના વિષયમાં સંસ્કૃતિ, સભ્યતા, વૈદિક સંહિતા, કલા, ભાષા, રીત-રિવાજો સહિતની બાબતોનો અભ્યાસ કરતા હતા, પરંતુ યુનિવર્સિટીના વિદ્વાન સત્તાધીશોએ આ વિષયના પ્રોફેસર શોધીને વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વાકેફ કરવાને બદલે આખો વિષય જ બંધ દેવા પરિપત્ર કરી દીધો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું કહ્યું છે?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ તમામ બાબતોનો નીતિમાં સમાવેશ કરતી વખતે ભારતનાં સમૃદ્ધ વૈવિધ્ય અને સંસ્કૃતિ પ્રત્યે સન્માન તથા તેની સાથે સાથે દેશની સ્થાનિક અને વૈશ્વિક જરૂરિયાતોને સામેલ કરવી જરૂરી છે. ભારતીય યુવાનોમાં દેશ વિશેની જાણકારી અને તેના વૈવિધ્યપૂર્ણ સામાજિક, સાંસ્કૃતિક અને તકનીકી જરૂરિયાતોના સંદર્ભમાં તેનું કલાવિષયક, ભાષા અને રીતિથી જ્ઞાન અને સબળ મૂલ્યોનું સિંચન કરવા કે
જેના થકી રાષ્ટ્ર ગૌરવ, આત્મસન્માન, આત્મશાન, સહકાર અને ઐક્યને સૂચક પ્રાધાન્યતા આપે.