શ્રાવણ મહિનો શિવજીની પૂજા માટે સમર્પિત હોય છે. શિવજીની પૂજામાં બિલિપત્રનું મહત્વ હોય છે અને તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.
હિંદૂ કેલેન્ડર અનુસાર 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર 18 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજામાં બિલિપત્ર ચડાવવાનું ખાસ મહત્વ હોય છે. તમે શિવજીને ભોગ ન લગાવીને જો ફક્ત બિલિપત્ર ચડાવો તો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે.
- Advertisement -
ત્યાં જ શ્રાવણ આખા મહિનામાં દરરોજ શિવજીની પૂજાનું વિધાન છે. એવામાં ઘણી જગ્યાઓ પર દરરોજ સરળતાથી બિલિપત્ર ઉપલબ્ધ નથી થઈ શકતું. એવી સ્થિતિમાં શું કરશો આવો જાણીએ.
બિલિપત્ર ન મળે તો કરો આ કામ
શ્રાવણમાં જો કોઈ કારણે તમને બિલિપત્ર નથી મળી શકતા તો ચિંતા ન કરો. તમે શિવલિંગ પર પહેલાથી ચડેલા બિલિપત્રને ધોઈને કે ગંગાજળથી શુદ્ધ કરીને શ્રદ્ધાપૂર્વક તેને ચડાવી શકો છો.
- Advertisement -
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બિલિપત્ર ક્યારેય અશુદ્ધ, અપવિત્ર, એઠા કે વાસી નથી થતા. માટે તમે પહેલાથી ચડાવેલા બિલિપત્રથી પણ પુજા કરી શકો છો. તેનાથી કોઈ દોષ નહીં લાગે અને તમને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે.
આ ઉપાય પણ કરી શકાય
જો તમે દરરોજ કોઈ પણ કારણસર બિલિપત્ર નથી ચડાવી શકતા તો ચાંદીનું બિલિપત્ર શ્રાવણના મહિનામાં લાવીને શિવલિંગ પર ચડાવી દો અને દરરોજ તેને ગંગાજળ કે ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી પૂજામાં ચડાવી શકો છો. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
આ ઉપરાયોથી તમે શ્રાવણમાં બિલિપત્ર ઉપલબ્ધ ન હોય તેમ છતાં સરળતાથી પૂજા કરી શકશો અને તમને ભગવાન શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.