-પ્રમુખ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં મૌજૂદ ન હતા
અમેરિકી પ્રમુખ જો બાઈડનના રહેઠાણ એવા વ્હાઈટ હાઉસમાં કોકેઈન જેવો શંકાસ્પદ પદાર્થ મળતા સનસનાટી સર્જાઈ હતી અને થોડો વખત માટે સમગ્ર વ્હાઈટ હાઉસ બંધ કરી દેવામાં આવ્યુ હતું. સતાવાર રિપોર્ટ પ્રમાણે વ્હાઈટ હાઉસની વેસ્ટ વીંગમાં રવિવારે સાંજે સફેદ કલરનો શંકાસ્પદ પાઉડર મળ્યો હતો
- Advertisement -
જેને પગલે સમગ્ર વ્હાઈટ હાઉસ બંધ કરીને કેટલોક ભાગ ખાલી કરાવવામાં આવ્યો હતો. અમેરિકી સિક્રેટ સર્વિસ પણ એકશનમાં આવી ગઈ હતી.આ સફેદ પાઉડર નશીલો પદાર્થ કોકેઈન હોવાનું જાહેર થયુ હતું. આ ઘટનાક્રમ વખતે અમેરિકી પ્રમુખ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં મૌજૂદ ન હતા અને પરિવાર સાથે કેમ્પ ડેવિડ ગયા હતા.
કોલંબીયા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાથમીક તપાસમાં પદાર્થ જવલનશીલ ન હોવાનું જાહેર કરાતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. જો કે વધુ ઉંડી તપાસ જારી રાખવામાં આવી હતી. વ્હાઈટ હાઉસના એક સીનીયર અધિકારીએ શંકાસ્પદ પદાર્થ કોકેઈન હોવાનું પરીક્ષણમાં સાબીત થયાનું જણાવ્યું હતું. આ ઘટનાક્રમ બાદ તુર્તજ સુરક્ષા એજન્સીઓએ આસપાસના માર્ગની ઘેરાબંધી કરી દીધી હતી. કોકેઈન વ્હાઈટ હાઉસમાં કેવી રીતે આવ્યુ તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.