મોટાભાગના લોકો શ્રાવણ મહિનાનો અથવા સોમવારનો ઉપવાસ લોકો રાખતા હોય છે, પરંતુ જો ખાવા પીવાનું ધ્યાન રાખવામાં ના આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં લોકો સોમવારે વ્રત રાખે છે. આ વખતે શ્રાવણ મહિનો 59 દિવસનો એટલે કે બે મહિનાનો રહેશે. આવી સ્થિતિમાં જે લોકો ઉપવાસ રાખે છે તેઓ વધુ દિવસો સુધી ઉપવાસ દરમિયાન નબળાઈ અને થાક અનુભવે છે. આવી સ્થિતિમાં, તે લોકોએ ખોરાકમાં કેટલીક એવી વસ્તુઓ ઉમેરવી પડશે જે ઉર્જા સાથે શરીરને હાઇડ્રેટ રાખશે. તો આવો જાણીએ કે જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખતા હોય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- Advertisement -
1.ખુદને રાખો હાઇડ્રેટ
ઉપવાસ દરમિયાન તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. નિષ્ણાતોના મતે, વ્યક્તિ દિવસની શરૂઆત લીંબુ પાણી, લસ્સી અથવા નારિયેળ પાણીથી કરી શકે છે. શરીરમાં પાણીની ઉણપના કારણે, તમને નબળાઇ, માથાનો દુખાવો, ચક્કર અથવા ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જો તમે શરીરને હાઇડ્રેટ રાખવા માટે આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીશો, તો તમે દિવસભર સ્વસ્થ અનુભવશો.
2. ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સનું કરો સેવન
ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે તમારે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ માટે તમારે ફળો અને ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. તમે તમારા ડાયટમાં સફરજન, કેળા, ચીકુ, દ્રાક્ષ, નાસપતી વગેરે જેવા ફળોનો સમાવેશ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ પણ હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. ઉપવાસ દરમિયાન ડ્રાયફ્રૂટ્સ ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે અને તમે નબળાઈ અનુભવશો નહીં.
3. બપોરે ખાઓ દહીં
દિવસ દરમિયાન પેટ ભરેલું રાખવા માટે દહીંનું સેવન કરો. દહીં પ્રો-બાયોટિક ફૂડ છે અથવા તમે તેની સાથે એક વાટકી ફળ ખાઈ શકો છો. જે શરીરના યોગ્ય પાચનમાં મદદ કરે છે. આ સાથે શરીરમાં પાણીની કમી પણ નહીં થાય.
- Advertisement -
4. વ્રતમાં ના ખાઓ હેવી ફૂડ
ઉપવાસ તોડતી વખતે ભારે ખોરાક ન લેવો. તેના બદલે, ઘણા લોકો ઉપવાસ પછી તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ પણ લે છે, જેના કારણે આખો દિવસ સુસ્તીથી ભરેલો હોય છે. શ્રાવણ મહિનામાં તળેલા ખોરાક, પ્રોસેસ્ડ સ્નેક્સ અને ખાંડ કે મીઠું વધુ હોય તેવા ખોરાકને ટાળવો જરૂરી છે. તેમજ આ રીતે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
5. પૂરતી ઊંઘ લો
ઉપવાસ દરમિયાન સ્વસ્થ અને ફિટ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ ન આવવાને કારણે તમને નબળાઈ, થાક, ચક્કર કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે 6-7 કલાકની ઊંઘ લો. ઉપરાંત, સકારાત્મક વિચારો અને આરામ કરો.
6. થોડુ- થોડુ ખાઓ
ઘણા લોકો ઉપવાસ દરમિયાન આખો દિવસ ભૂખ્યા રહે છે અને પછી સાંજે એક બેઠકમાં વધારે પડતુ જ ખાય છે. પરંતુ આમ કરવાથી તમે દિવસભર નબળાઈ અનુભવશો. સાથે જ ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ઉપવાસ દરમિયાન, દિવસમાં એકવાર ભારે ભોજન ખાવાને બદલે, તમારે થોડું-થોડું કરીને 3-4 વખત ખાવું જોઈએ. આના કારણે તમને ભૂખ નહીં લાગે અને તમને થાક કે નબળાઈ પણ નહીં લાગે.