-આ કૃત્રિમ હાથ પીઠ પર બેલ્ટની મદદથી પહેરી શકાય છે
આપણે ત્યાં અનેક હાથવાળા દેવી-દેવતાઓની તસ્વીરો જોવા મળે છે.પણ માણસને તો માત્ર બે હાથ જ છે પણ જાપાનના વૈજ્ઞાનિકોએ 6 હાથવાળા માનવની કલ્પના સાકાર કરી છે! આ વધારાનાં કૃત્રિમ ચાર હાથ માનવે પોતાની પીઠ પર પહેરી લેવાના છે અને તે ખરા હાથ જેવુ કામ કરે છે.!
- Advertisement -
ટોકયો વિશ્વ વિદ્યાલયનાં સંશોધકોએ ચાર એવા રોબોટીક હાથો તૈયાર કર્યા છે જેને પહેરીને માણસ દરેક કામ કરી શકે છે. જે તેના કુદરતી હાથોથી કરી શકે છે.
પીઠ પર બેલ્ટની મદદથી પહેરી શકાય છે હાથ
આ હાથને બનાવનાર વૈજ્ઞાનિક માઆહિકો ઈનામીએ જણાવ્યું હતું કે એક સાથે ચારેય હાથોને પીઠ પર બેલ્ટની મદદથી પહેરી શકાય છે.આ, સાધનનુ વજન લગભગ 14 કિલો છે. હવે આ હાથને મગજથી સંચાલીત કરવાનું કામ થઈ રહ્યું છે.હાલ તો તેને રિમોટ કન્ટ્રોલથી સંચાલીત કરવામાં આવી રહ્યા છે.
હાથને જિજાઈ આર્મ્સ નામ અપાયું
ઈનામીએ જણાવ્યું હતું કે તેને જિજાઈ આર્મ્સ નામ અપાયુ છે. જિજાઈ એક જાપાની શબ્દ છે જેનો મતલબ જે ઈચ્છો તે કરવાની સ્વતંત્રતા છે.
- Advertisement -
આવી પાંખો અને ડ્રોન પણ તૈયાર કરવાની પણ યોજના
માસાહિકોએ જણાવ્યું હતું કે, તેની ટીમ આવી રીતે પીઠ પર પહેરી શકાય પાંખ અને ડ્રોન પણ તૈયાર કરવામાં લાગી ગઈ છે.તેમણે જણાવ્યું હતું કે આ શોધને તે અનેક હાથોવાળા માણસ બનાવવાની શરૂઆત તરીકે જોઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ શોધ માણસ માટે પડકાર નહિં બને તે તેની મદદ કરશે.તેને આ હાથથી મોટર સાયકલ ચલાવતી વખતે સુવિધા રહેશે.