નર્મદા ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરની સપાટીએ પહોંચી છે.
ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકા માં વરસાદ ને કારણે પાણી ની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 119.78 મીટર પહોંચી છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવર ફ્લો થશે તેવી શક્યતા છે.
- Advertisement -
ઉપરવાસમાં વરસતા સતત વરસાદના કારણે પાણીની આવક 19,446 ક્યુસેક થઈ છે. હાલ પાણી ની જાવક માત્ર 5027 ક્યુસેક છે. આ સાથે હાલ સરદાર સરોવર માં હાલ 8,229મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે.નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર હોવાનું ઉલ્લેખનીય છે.