હવામાન વિભાગે કહ્યું, જે સ્થળોએ હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં તે પહોંચી જશે
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થયું છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, જે સ્થળોએ હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં તે પહોંચી જશે. IMD એ ટ્વિટ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં આજે અને 30 જૂને ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી, યુપી સહિત તમામ રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે.
- Advertisement -
#WATCH | Rain lashes parts of the national capital Delhi
As per IMD, the city is expected to experience a cloudy sky with light to moderate rain/thundershowers today. pic.twitter.com/6PfQPFT4w4
— ANI (@ANI) June 29, 2023
- Advertisement -
સ્કાયમેટ વેધરે વરસાદને લઈ શું કહ્યું ?
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાતના ભાગો, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારત, બિહારના પૂર્વ ભાગો, છત્તીસગઢ, કેરળ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Moderate rainfall continues to occur over Mumbai since forenoon as shown in attached Mumbai Radar Image. It is likely to continue during next 3 hrs. Very Heavy rainfall has occurred at isolated stations & heavy at some stations during last 12 hrs as shown in below table. 1/2 pic.twitter.com/QoPGj1XKwb
— India Meteorological Department (@Indiametdept) June 28, 2023
હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા, મરાઠવાડા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી-એનસીઆર, રાયલસીમા, તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે. નોંધનીય છે કે, કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો.