ઔદ્યોગિક ઉત્પાદનના સેમ્પલ પોસ્ટ મારફતે વિદેશ પહોંચતા થશે
ખાસ-ખબર સંવાદદાતા
ઔદ્યોગિક શહેર મોરબીમા અલગ અલગ પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે, વિદેશમાં રહેલી પાર્ટી કોઈપણ વસ્તુની ખરીદી કરતા પહેલા સેમ્પલ મગાવતી હોય છે ત્યારે હવે મોરબીના ઉદ્યોગકારો અને એકસપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમની પ્રોડક્ટનું સેમ્પલ પાર્સલ વિદેશ મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે.
- Advertisement -
જેમાં મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં મંગળવારથી ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ કરવામા આવી છે. આ માટે રાજકોટથી એક ટીમ જેમાં ગૌરવ રંજન, તેમજ ભાવેશભાઈ રાવલ જઉઈં (ઙ)મોરબી સબ ડિવિઝન તેમજ એનપી રાજદેવ હાર્દિકભાઈ ત્રિવેદી તેમજ મોરબી મુખ્ય ડાક ઘરના પોસ્ટ માસ્તર પરાગ વસંત તથા પી આર આઈ પી જી આર રાવલ તથા મોરબીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ દિવ્યેશ જી ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ ફોરેન પાર્સલ મોકલનાર ધંધાર્થીઓ સાથે બેઠક પણ યોજવામાં આવેલ તેમજ આજે ડાક નિર્યાત કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ મોરબી વિસ્તારમાં કાર્યરત ઔદ્યોગિક એકમોને ઈ કોમર્સ કોમર્શિયલ ડોક્યુમેન્ટ સેમ્પલ વગેરે મોકલવા માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના દિવ્યેશભાઈ ભટ્ટ અને પરાગ વસંત પોસ્ટ માસ્તર મોરબીનો સંપર્ક કરવા જણાવ્યું છે.
ધંધાર્થીઓ જાતે જ બુકિંગ કરાવી શકશે
આ નવી સર્વિસ એક્સપોર્ટનો બિઝનેસ કરતા ધંધાર્થીઓ તેમના કોમર્શિયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ પોતે જ બુકિંગ કરી
શકે છે આ પાર્સલ સર્વિસ વિશ્ર્વના 213 દેશો સાથે જોડાયેલી છે અને ભારત સરકાર દ્વારા મોરબી પોસ્ટ ઓફિસને ડાક નિર્યાત કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવેલ છે. ફોરેન પાર્સલ સેવા શરૂ કરવામાં આવેલ છે.