મનપા દ્વારા ઢોર પકડ ઝુંબેશ કડક: મારવાડીવાસ, બંસીધર પાર્ક, રૈયાધાર, સાધુ વાસવાણી રોડ, ગોપાલચોક, રૈયાધાર એનિમલ હોસ્ટેલ પાસે રામેશ્વરપાર્ક, પોપટપરા, રેલનગર પર એ.એન.સી.ડી. શાખાની કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 12/06/2023 થી તા. 25/06/2023 દરમ્યાન રાજકોટ શહેરના આજી ડેમ, ખોડીયાર પરા, આજી વસાહત, માઠા ડુંગર, માન સરોવર તથા આજુબાજુમાંથી 17 (સતર) પશુઓ, મારવાડીવાસ, બંસીધરપાર્ક, રૈયાધાર, રૈયાગામ, સાધુવાસવાણી રોડ, ગોપાલચોક, રૈયાધાર એનિમલ હોસ્ટેલ પાસે રામેશ્વરપાર્ક, એસ.જી. હોસ્પિટલ પાસે ક્રિષ્નાપાર્ક તથા આજુબાજુમાંથી 35(પાંત્રીસ) પશુઓ, પોપટપરા, રેલનગર, જંકશન પ્લોટ, ઉગતા પોળની મેલડી, શીતલપાર્ક ગાર્બેજ, નાગેશ્વર મેઇન રોડ, 25વારિયા ચિથરિયા પીરની દરગાહની પાછળની સોસાયટી, નંદનવન ગેટ પાસે, જામનગર રોડ, છોટુનગર મેઇન રોડ, વોરા સોસાયટી, ક્રુષ્ણનગર તથા આજુબાજુમાંથી 40 પશુઓ, મુંજકા ગામ, પ્રેમ મંદીર, મોટા મૌવા, કટારીયા ચોક્ડી, કોકોનટ પાર્ટી પ્લોટ પાસે, વગળ ચોકડી, કણકોટ પાટીયા, સિધ્ધીવિનાયક સોસાયટી, ઇસ્કોન મંદીર પાસે તથા આજુબાજુમાંથી 28 પશુઓ, શ્રી રામ સોસાયટી, રણછોડનગર, ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે, ન્યુ શક્તિ સોસાયટી, આર્યનગર, ત્રિવેણીનગર, ભગવતીપરા મેઇન રોડ સાકરીયા બાલાજી ચોક, સરસ્વતીનગર ચોક, અંકુર વિધ્યાલય મેઇન રોડ, માલધારી ચોક, તથા આજુબાજુમાંથી 26(છવીસ) પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 319 પશુઓ પકડવામાંઆવ્યાછે