હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં આગળ વધી ગયું છે.
દેશમાં ચોમાસું બેસી ગયું છે અને 6 દાયકા પછી પહેલીવાર દિલ્હી અને મુંબઈમાં એકસાથે ત્રાટક્યું છે. હાલ દેશના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો છે. ગઈકાલે ચોમાસાના પ્રથમ વરસાદે પણ ઘણી જગ્યાએ ઘણી સમસ્યા સર્જી હતી. ક્યાંક ખડકોમાં તિરાડ પડી તો ક્યાંક રસ્તા પર પાણી જમા થયા તો વળી ક્યાંક અવિરત વરસાદને કારણે લોકોના ઘરને ભારે નુકસાન થયું છે. એવામાં આજે પણ લગભગ આવી જ સ્થિતિ રહેશે.
- Advertisement -
Significant rainfall (in Cm) since 0830 hours IST:-
Angul (Odisha)-15.0, Kathua (Jammu& Kashmir)-10, Baduat (Baghpath) and Dharmsala (Himachal Pradesh)-9, Sundargarh (Odisha)-8, Kota (East Rajasthan) and Simdega (Jharkhand)-7; Baudh (Odisha), Dhenkanal(Odisha) and Tehri-6;
— India Meteorological Department (@Indiametdept) June 25, 2023
- Advertisement -
આ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
જણાવી દઈએ કે દિલ્હી અને NCR ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે જ ઓડિશાના 13 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજધાની દિલ્હી માટે સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મંગળવારે અને બુધવારે અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આ ત્રણ દિવસોમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
#WATCH | Uttarakhand: Heavy rain results in waterlogging in Haridwar. pic.twitter.com/9ABoVdPcKj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
દિલ્હી-NCRમાં વરસાદની શક્યતા
IMDનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દિલ્હી પાસે આવેલા ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહિત NCRના ઘણા ભાગોમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ મુંબઈમાં પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
વરસાદને લઈને હવામાન વિભાગે કહ્યું કે 28 જૂન સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, મેઘાલય અને આસામના કેટલાક જિલ્લાઓમાં ‘યલો’ અથવા ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશાના 13 જિલ્લામાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓને યલો એલર્ટમાં રાખવામાં આવ્યા છે.
#WATCH | Guwahati, Assam: Rise in water level witnessed in Brahmaputra River following incessant rain. pic.twitter.com/vnTj2WR6Qh
— ANI (@ANI) June 18, 2023
ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગો, મધ્યપ્રદેશના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગો સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં આગળ વધી ગયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશમાં આજે ભારેથી અતિ ભારે અને હજુ વધુ વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઓડિશાના ભાગો, કોંકણ, ગોવા, મહારાષ્ટ્રના મધ્ય અને વિદર્ભ પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
#WATCH | Rajasthan: Severe waterlogging in several parts of Sri Ganganagar City following heavy rainfall.
As per IMD, partly cloudy sky with the possibility of rain or thunderstorm or duststorm expected in Sri Ganganagar today. pic.twitter.com/TZ40s0Nz0Y
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 26, 2023
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઝારખંડ, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, કેરળ, કોસ્ટલ કર્ણાટક ઉપરાંત પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સતત વરસાદ પડી શકે છે. એવી પણ સંભાવના છે કે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.