-ભારતના 1800થી વધુ ઉત્પાદનોને આયાતમાં પ્રેફરન્સ આપશે બાઈડન તંત્ર
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રામાં બન્ને દેશો વચ્ચેના વ્યાપાર-સંબંધી અનેક કરારો થયા છે અને થોડા સમયમાં જ તેનો અમલ થઈ જશે. ખાસ કરીને બન્ને દેશો દ્વારા અનેક વર્ષોથી જે વ્યાપાર વિવાદ ચાલે છે તેનો ઉકેલ લાવવા માટે સહમતી થઈ છે અને હાલ વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળના બન્ને દેશોના કરારોમાં પણ ફેરફાર થશે અને બન્ને દેશો વચ્ચે આયાત-નિકાસ વધે તે જોવા ખાસ વધારે આયાત-જકાત ભારત અને અમેરિકાએ લાદી છે તે તબકકાવાર હટાવાશે.
- Advertisement -
ભારતે અગાઉ અમેરિકી બદામ-અખરોટ સહિતના ઉત્પાદનો પર જે વધારાની આયાત ડયુટી લાદી હતી તે દુર થશે અને કુલ 28 અમેરિકી ઉત્પાદકો ભારતમાં સસ્તા થશે જયારે હોટ હોલ્ડ કાર્બન સ્ટીલના ઉત્પાદનો સોલાર સેલ વિ. અને મોડયુલ આધારીત સ્વચ્છ ઉર્જા વિ. મુદે અમેરિકાના ઉત્પાદનો પણ સસ્તા થશે તેની સામે ભારતના ઉત્પાદનોને અમેરિકા પુન: જનરલાઈડ સીસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) નો દરજજો આપશે. જેના કારણે અનેક ભારતીય ઉત્પાદનો અમેરિકામાં ડયુટી-ફ્રી નિકાસ કરી શકાશે.
ખાસ કરીને રસાયણ અને એન્જીનીયરીંગ ક્ષેત્રને તેનાથી સ્ટીલમાં 2019માં ટ્રમ્પ સરકારે આ લાભ બંધ કર્યા હતા જેમાં 1900 ભારતીય ઉત્પાદનો ડયુટી ફ્રી- (શુન્ય આયાત જકાત) અમેરિકામાં પહોંચતા હતા તેમાં અનેક ફરી પહોચવા માંગશે.