એક માસ અગાઉ ડેપ્યુટી કમિશનર થયા હતા ફરાર
સરકારી કોન્ટ્રાકટર પાસે PFને લઈ માગી હતી 12 લાખની લાંચ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ઊઙઋઘ ડેપ્યુટી કમિશનરની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 12 લાખની લાંચ કેસમાં નિરંજનસિંઘની ધરપકડ થઇ છે. એક માસ અગાઉ ડેપ્યુટી કમિશનર ફરાર થયા હતા. તેમાં સીબીઆઈમાં હાજર થતા નિરંજનસિંઘની ધરપકડ કરવામાં આવી છે.
સરકારી કોન્ટ્રાકટરને પીએફને લઈને લાંચ માગી હતી. તેમજ સીલ કરેલા નિવાસસ્થાને લઇ જઈ સીબીઆઈ તપાસ કરશે. તથા ડેપ્યુટી કમિશનર વતી લાંચ લેતા ચિરાગ જસાણી પણ ઝડપાયો છે.
રાજકોટના EPFO ડેપ્યુટી કમિશનરની ધરપકડ થઇ છે. ત્યારે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક માસ પૂર્વે 12 લાખની લાંચનો મામલો સામે આવ્યો છે. સરકારી કોન્ટ્રાકટરને પીએફના ઇસ્યુને લઇ લાંચ માંગેલ હતી. ગાંધીનગર સીબીઆઈએ ડેપ્યુટી કમિશનર વતી લાંચ લેનાર ચિરાગ જસાણીને તે સમયે ઝડપી લીધેલ હતો. તેમજ ડેપ્યુટી કમિશનર નિરંજનસિંધ તે સમયે ઘરને તાળું મારી ચાલ્યા ગયેલ હતા. તથા સીબીઆઈમાં હાજર થતા ડેપ્યુટી કમિશનરની ધરપકડ કરાઇ છે.
આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લેવાશે. તથા સીલ કરેલા નિવાસસ્થાને લઇ જઈ સીબીઆઈ તપાસ કરશે.