-અમેરિકી હસ્તીઓ ટીમ કુક, ગ્રેમી એવોર્ડ વિનર જોશુઆ બેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા
અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીને ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા ભવ્ય ડીનર શાહી ભોજ અપાયું હતું. આ ડીનરમાં અમેરિકા સહિત ભારતની હસ્તીઓ પણ સામેલ હતી. મોદીને અપાયેલા ડીનરમાં દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આનંદ મહીન્દ્રા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત ભારતીય મૂળના અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, સત્યા નડેલા, ઈન્દ્રા નુઈ ઉપરાંત એપલના સીઈઓ ટીમ કુક પણ હાજર રહ્યા હતા.
- Advertisement -
Reliance Industries chairman Mukesh Ambani and Reliance Foundation Chairperson, Nita Ambani along with Alphabet CEO, Sunder Pichai & Anjali Pichai at the State Dinner in the White House.
US President Joe Biden and First Lady Jill Biden hosted this special event at an elaborately… pic.twitter.com/YwYCSVZUiY
— ANI (@ANI) June 23, 2023
- Advertisement -
આ રાત્રી શાહી ભોજમાં ભાગ લેનારાઓમાં ભારત સરકારના પ્રતિનિધિઓમાં વિદેશમંત્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચીવ વિનય મોહન કવાત્રા સામેલ થયા હતા. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન, અમેરિકી સ્પીકર નેન્સી ફેલોસી અને ભારતમાં અમેરિકી દૂત એરિક ગાર્સેટી પણ સામેલ થયા હતા.
Washington, DC | Guests begin arriving at the White House for the State Dinner. pic.twitter.com/c24FrLEGqw
— ANI (@ANI) June 22, 2023
અમેરિકામાં મોદી માટે યોજાયેલા શાહી રાત્રી ભોજમાં અન્ય સેલીબ્રીટીઓ નીતા અંબાણી, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિહંત બાગચી ઉપરાંત હુમા આબેદીન, દેબા આબેદીન, રીમા એકરા, ડો.નિકાલસ તબ્બલ, નીતિ નિયોજન સ્ટાફના નિર્દેશક સલમાન અહમદ, અમેરિકી કાર્મિડા વ્યવસ્થા કાર્યાલયના નિર્દેશક કિરણ આહુજા, અમેરિકી પ્રતિનિધિ અમી બેરા, મનેશ ચંદવાણી અને અલ્પના પટેલ સહિતના ઉપસ્થિત હતા.
#WATCH | Washington, DC: State Dinner underway at the White House. pic.twitter.com/lrdpBZ1so5
— ANI (@ANI) June 23, 2023
મોદીને અમેરિકાએ સામેલ ડીનરમાં માનવ અધિકાર ચળવળકાર માર્ટીન લ્યુથર કીંગ-3 ટેનીસ લેજેન્ડ જીન બિલી કીંગ, ફિલ્મમેકર નાઈટ શ્યામલન, ફેશીન ડિઝાઈનર રાલ્ફ લોરેન, ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ, એન્ટરપ્રેન્યોર ફાન્ક ઈસ્લામ ઉપરાંત ઈન્ડીયન-અમેરિકન લો મેકર્સ પ્રેમિલા જયપાલ, થાનેદાર, આર.ઓ.ખન્ના, રાની કૃષ્ણમૂર્તિ વગેરે હાજર હતા.