ધૈર્યરાજસિંહ રાઠોડની મદદ માટે બાટવાની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ સેવાભાવીઓ દ્વારા બાટવાના જાહેર માર્ગમાં રાહદારીઓ વાહનચાલકો પાસેથી ફંડ એકત્ર કરી બિમાર ધૈર્યરાજસિંહ રાઠોડને આર્થિક સહયોગ આપવા સેવા કરી હતી
મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને sma1નામની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હોય ત્રણ માસના બાળકને નવુ જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશ ભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહેલ હોય ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાંટવાના હોદ્દેદારોએ ધૈર્યરાજને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભી વાહનચાલકો રાહદારીઓ પાસે ફંડ આપવા અપિલ કરી હતી જેમાં સેવાભાવીઓએ મદદ કરી હતી અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાંટવા દ્વારા એકાવન હજાર નું અનુદાન એકત્ર કરવામાં આવ્યુ હતું અને અમદાવાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાટવાના યુવાનોએ રૂબરૂ જઈ ધૈર્યરાજસિંહ ના પિતા ને ચેક આપ્યો હતો.
- Advertisement -
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર