-NIAએ તેના પર 10 લાખનું ઈનામ પણ મૂક્યું હતું
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને UKના સરેમાં ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું.
- Advertisement -
કેનેડિયન શીખ સંગઠન સાથે જોડાયેલ હતો
મળતી માહિતી મુજબ, હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેતલો હતો.
NIAએ તેના પર 10 લાખનું ઈનામ પણ મૂક્યું હતું
- Advertisement -
વર્ષ 2022ની શરૂઆતમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ લગાવ્યો હતો અને તેના પર 10 લાખ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, પાદરીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ દ્વારા ઘડવામાં આવ્યું હતું. કેનેડામાં રહેતા નિજ્જર KTFનો પ્રમુખ હતો.
1985માં એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટ કેસ સાથે પણ નામ જોડાયા હોવાનો આરોપ
અગાઉ 1985માં એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટેલા રિપુદમન સિંહ મલિકની હત્યામાં નિજ્જરનું નામ સામે આવ્યું હતું. જોકે NIAને આ કેસમાં કોઈ સાબિતી મળી ન હતી.