સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે. સાથે જ 550 પેજનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે.
દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે.
- Advertisement -
જણાવી દઈએ કે દિલ્હી પોલીસે ગુરુવારે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બૃજભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.
VIDEO | Delhi Police team reaches Patiala House Court to file status report in the case involving WFI President Brij Bhushan Sharan Singh, who has been accused of sexual harassment by women wrestlers. Meanwhile, another team of Delhi Police is said to have filed the charge sheet… pic.twitter.com/1dan6uSMB5
— Press Trust of India (@PTI_News) June 15, 2023
- Advertisement -
વાત એમ છે કે 21 એપ્રિલે 7 મહિલા રેસલર્સે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. આ મામલામાં દિલ્હી પોલીસે 28 એપ્રિલે બૃજભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પહેલો કેસ 6 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર હતો. જ્યારે સગીરની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ 1 કેસ નોંધવામાં આવ્યો હતો.