કુસ્તીબાજો સાથેની મીટિંગ સમયે મોબાઈલમાં વ્યસ્ત હતા ખેલમંત્રી, 15 જૂનની રાત્રે કરશે મોટી જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
રેસલર્સ વિવાદમાં રેસલર વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણે મોટો દાવો કર્યો છે. એક ન્યૂઝ એજન્સીને આપેલાં ઈન્ટરવ્યુમાં વિનેશ ફોગાટે કહ્યું- વડાપ્રધાનના મૌનથી હું દુખી છું. જ્યારે કુસ્તીબાજ ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ફોન પર વ્યસ્ત હતા. તેમને અમારી ચિંતાઓ સાંભળવામાં રસ નહોતો.
- Advertisement -
ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે થોડા દિવસો પહેલા કુસ્તીબાજો સાથે વાત કરી હતી. જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આ કેસની ચાર્જશીટ 15મી જૂને રજૂ કરવામાં આવશે. ઠઋઈંની ચૂંટણી 30 જૂન સુધીમાં હાથ ધરવામાં આવશે. વિનેશ ફોગાટે વધુમાં કહ્યું કે હવે અમે ચાર્જશીટની રાહ જોઈ રહ્યા છીએ. જો બ્રિજભૂષણ પર નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે રાત્રે જ બેઠક યોજીને બીજા દિવસે આંદોલન નક્કી કરી જાહેરાત કરવામાં આવશે. જો સરકાર દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરૂ કરવાની મંજૂરી નહીં આપે તો રામલીલા મેદાન અથવા અન્ય કોઈ જગ્યાએથી આંદોલન શરૂ કરવામાં આવશે. મહિલા રેસલર્સના યૌન શોષણના મામલામાં દિલ્હી પોલીસે તપાસમાં 3 દેશો કઝાકિસ્તાન, મંગોલિયા અને ઈન્ડોનેશિયા પાસેથી મદદ માગી છે.
તેમના કુસ્તી સંગઠનોને નોટિસ મોકલીને તેઓને ઈઈઝટ ફૂટેજ અને મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ મૂક્યો હોય તેવા સ્થળોના ફોટા પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે. કુસ્તીબાજોએ 2016 અને 2022માં મંગોલિયામાં અને 2018માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા દિલ્હી પોલીસે 2 મહિલા કુસ્તીબાજોને નોટિસ મોકલીને જાતીય શોષણના ફોટો, ઓડિયો અને વીડિયો પુરાવા માગ્યા છે. આમાં તેમની હોટલમાં રહેવાથી લઈને રૂમમેટ્સને પૂછવામાં આવ્યું છે.