-ગુરુવારે સાંજે ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ તેના બી-3 કોચમાં ધુમાડો જોવા મળ્યો
-સદનસીબે કોઇ જાનહાનિ નહીં
- Advertisement -
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ અલગ-અલગ જગ્યાએ ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન હવે દુર્ગ-પુરી એક્સપ્રેસના એસી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ઓડિશાના બાલોસરમાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા.
ઓડિશાના નુઆપાડામાં દુર્ગ-પુરી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ દરમિયાન કોચમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે રાહતની વાત એ છે કે, કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ જણાવ્યું કે, ગુરુવારે સાંજે ટ્રેન ખારિયા રોડ સ્ટેશન પર પહોંચતા જ તેના બી-3 કોચમાં ધુમાડો જોવા મળ્યો હતો.