બીએસએનએલને 4ૠ-5ૠ સ્પેકટ્રમ માટે 89,047 કરોડની ફાળવણી
કોલસા અને લિગ્નાઇટ શોધવા માટેની સ્કીમ માટે 2980 કરોડ રૂપિયા ફાળવવાને મંજૂરી અપાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખેડૂતોને ખુશ કરવા માટે સરકારે ચાલુ વર્ષે એક ક્વિન્ટલ ડાંગરના ટેકાનો ભાવ 143 રૂપિયા વધારીને 2183 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવનો આ વધારો છેલ્લા દાયકાનો બીજો સૌથી મોટો વધારો છે. ઉલ્લેખનીય છે કે 2018-19માં એક ક્વિન્ટલ ડાંગરના ટેકાના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 2023-24ના ખરીફ પાકો માટે ટેકાના ભાવમાં 5.3 ટકાથી લઇને 10.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઇએ તો ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ 128 રૂપિયાથી લઇને 805 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ)ની બેઠકમાં ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેઠકના અંતે લેવાયેલા નિર્ણયોની વધુ માહિતી આપતા ખાદ્ય પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે રીટેલ ફુગાવો ઘટી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ વધારવામાં આવતા ખેડૂતોને ફાયદો થશે. ડાંગરના ટેકાના ભાવમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જુવાર (હાઇબ્રિડ) અને જુવાર (માલદાંડી)ના ટેકાના ભાવ વધારીને અનુક્રમે 3180 રૂપિયા અને 3225 રૂપિયા કરવામાં આવ્યો છે.
જે 2022-23ની સરખામણીમાં અનુક્રમે 7 અને 7.85 ટકા વધારે છે. એક ક્વિન્ટલ મકાઇનો ટેકાનો ભાવ 6.5 ટકા વધારી 2090 રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ રાગીનો ટેકાનો ભાવ 7.49 ટકા વધારી 3846 રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ મગના ટેકાનો ભાવ 10.35 ટકા વધારી 8558 રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ તુવેરનો ટેકાનો ભાવ 6.06 ટકા વધારી 7000 રૂપિયા કરવામાં આવ્યો છે.
- Advertisement -
એક ક્વિન્ટલ અડદના ટેકાનો ભાવ 5.3 ટકા વધારી 6950 રૂપિયા કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલ અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ બીએસએનએલને ફોરજી અને ફાઇવજી સ્પેક્ટ્રમની ફાળવણી માટે 89,047 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ંકોલસા અને લિગ્નાઇટને શોધવા માટેની સ્કીમ માટે 2980 કરોડ રૂપિયા ફાળવવાને મંજૂરી આપવામાં આવી છે.