યુપીમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીના ડાબા હાથ સંજીવ માહેશ્વરીની લખનઉ કોર્ટની બહાર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.
યુપીમાં વધુ એક ગેંગસ્ટરનો ખાતમો થયો છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારી નજીકના સાથી સંજીવ જીવાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. વકીલોના ડ્રેસમાં આવેલા હુમલાખોરે ધડાધડ ગોળીઓ ચલાવતાં સંજીવ માહેશ્વરી ઉર્ફ જીવા કોર્ટ પરિસરમાં માર્યો ગયો હતો. હુમલાખોરના ગોળીબારમાં બીજા લોકો અને બાળકીને પણ ગોળી વાગી હતી. બાળકીનું મોત થયું હોવાનું પણ કહેવાય છે. આ ઘટનાથી ખળભળી ઉઠેલા વકીલો કોર્ટ પરિસરમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
- Advertisement -
ભાજપ નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી હતો
સંજીવ જીવા ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી હતો. આ ઉપરાંત તે બીજા ઘણા કેસોમાં આરોપી હતો. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા હતો. સંજીવ જીવા પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો. મુખ્તાર અંસારી સાથે તેમનો નજીકનો સંબંધ છે. તે મુખ્તારનો શૂટર રહી ચૂક્યો છે. પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. સંજીવ યુપીની મૈનપુરી જેલમાં બંધ હતો.
Gangster Sanjeev Jeeva shot dead by unknown assailants outside a Lucknow court. More details are awaited. pic.twitter.com/8xvaTNoQjw
— Press Trust of India (@PTI_News) June 7, 2023
- Advertisement -
1997માં ભાજપ નેતાની હત્યામાં હતો સામેલ
જીવા ભાજપના મજબૂત નેતા અને પૂર્વ મંત્રી બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યામાં પણ સામેલ હતો. 10 ફેબ્રુઆરી, 1997ના રોજ લખનઉના લોહાઈ રોડ પર ભાજપના મજબૂત નેતા અને પૂર્વ મંત્રી બ્રહ્મદત્ત દ્વિવેદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઇએ લખનઉ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 17 જુલાઈ 2003ના રોજ સીબીઆઈ કોર્ટે પૂર્વ ધારાસભ્ય વિજય સિંહ અને શામલીના શૂટર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને આજીવન કેદની સજા સંભળાવી હતી. સંજીવની પત્ની પાયલે 2021માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી હતી, જેમાં તેના પતિના હાજર થવા દરમિયાન તેની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.
Gangster Sanjeev Maheshwari Jeeva shot dead on Lucknow court premises: Police
— Press Trust of India (@PTI_News) June 7, 2023
અતિક-અશરફની સ્ટાઈલમાં પોલીસ કસ્ટડીમાં ઉડાવાયો જીવાને
યુપીમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. અતીક-અશરફની હત્યાની જેમ કુખ્યાત ગુનેગાર સંજીવ જીવાની પણ પોલીસ કસ્ટડીમાં હત્યા કરી દેવાઈ હતી. અતીક હત્યાની જેમ અહીં પણ હુમલાખોર પકડાયો છે. હુમલાખોરો પત્રકારોના વેશમાં આવીને અતીક-અશરફને ઠાર કર્યાં હતા તો અહીં જીવાની હત્યા માટે હુમલાખોર વકીલનો વેશ પહેરીને આવ્યો હતો.
એકે-47 અને 1300 કારતૂસ સાથે પકડાયો હતો
સંજીવ મહેશ્વરી જીવાને હાલમાં જ શામલીમાં એકે-47 અને 1300 કારતૂસ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. તે પશ્ચિમ યુપીમાં અતીક અહેમદ જેવો ગુનેગાર હતો.
1990ની સાલમાં ગુનાખોરીની દુનિયામાં આવ્યો
1990ના દાયકામાં સંજીવ મહેશ્વરીએ પોતાનો ડર પેદા કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ ધીરે ધીરે તે પોલીસ અને સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની ગયો. શરૂઆતના દિવસોમાં, તે ડિસ્પેન્સરી ઓપરેટર સાથે કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ નોકરી દરમિયાન જીવાએ તેના માલિક એટલે કે ડિસ્પેન્સરી ઓપરેટરનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ તેણે 90ના દાયકામાં કોલકાતાના એક બિઝનેસમેનના દીકરાનું પણ અપહરણ કર્યું હતું અને 2 કરોડની ખંડણી માંગી હતી.