-જોકે એપ્રિલની તુલનામાં જીએસટી કલેકશન ઘટયુ
મે મહિનામાં જીએસટી કલેકશન વાર્ષિક આધાર પર વધ્યું છે. પણ માસીક આધારે તેમાં ઘટાડો નોંધાયો છે.નાણા મંત્રાલય અનુસાર ગુરૂવારે જાહેર આંકડા મુજબ મેમાં કુલ જીએસટી કલેકશન 1,57,090 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાં વાર્ષિક આધારે 12 ટકાનો વધારો નોંધાયો એપ્રિલ 2023 માં જીએસટી કલેકશન રેકોર્ડ 1.87 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયુ હતું.
- Advertisement -
આનો મતલબ એ છે કે એપ્રિલની તુલનામાં મે માં જીએસટી કલેકશનમાં સારો એવો ઘટાડો થયો છે. મે 2022 માં જીએસટી સંગ્રહ 1.41 લાખ કરોડ રૂપિયા હતું. જીએસટી એકસપર્ટ નિખિલ ગુપ્તાનું કહેવુ છે કે એપ્રિલમાં જીએસટી કલેકશન સામાન્ય રીતે વધુ રહે છે. આનું કારણ એ છે કે નાણાંકીય વર્ષના અંતમાં વેપાર વધે છે.તો ટેકસ વધુ જમા થાય છે.
આમેય ટેકનીકલ રીતે જોવામાં આવે છે તો મેમાં જીએસટી કલેકશન 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. તેને બહેતર આંકડો કરી શકાય છે. મંત્રાલય જણાવ્યું હતુ કે ગત વર્ષ મેની તુલના કરવામાં આવે તો જીએસટી કલેકશન ઘણુ બહેતર રહ્યું છે. આ દરમ્યાન વસ્તુઓની આયાત પર કિસ કલેકશન ગત વર્ષની જેમ મહિનાની તુલનામાં 12 ટકા વધુ છે.