-ગત નાણાં વર્ષમાં આરબીઆઈની આવકમાં 47.06 ટકાની વૃદ્ધિ: ખર્ચ 14.05 ટકા વધ્યો
રિઝર્વ બેન્કની બેલેન્સ શીટ વર્ષ 2022-23 માં 2.5 ટકા વધીને રૂા.63.45 લાખ કરોડ થઈ હતી.આરબીઆઈએ મંગળવારે જાહેર કરેલા તેના વાર્ષિક રિપોર્ટમાં આ વિગત બહાર આવી છે.દેશના અર્થતંત્રની કામગીરીમાં આરબીઆઈની બેલેન્સ શીટની મહત્વની ભુમિકા છે.
- Advertisement -
રીપોર્ટ અનુસાર આરબીઆઈની બેલેન્સશીટ 31 માર્ચ, 20223 ના અંતે 2.50 ટકા એટલે કે રૂા.1,54,453.97 કરોડ વધીને રૂા.63,44,756.24 કરોડ થઈ હતી. જે 31 માર્ચ 2022 ના અંતે રૂા.61,90,302.27 કરોડ હતી. સમગ્ર વર્ષમાં રિઝર્વ બેન્કની આવક 47.06 ટકા વધી હતી. જયારે ખર્ચમાં 14.05 ટકાનો વધારો થયો હતો.
વર્ષના અંતે રિઝર્વ બેન્કનું કુલ સરપ્લસ રૂા.87,416,22 કરોડ થયુ હતું. જે અગાઉના વર્ષના અંતે રૂા.30,307.45 કરોડ હતું. આમ સરપ્લસમાં 188.43 ટકાનો વધારો થયો હતો. આરબીઆઈ આ સરપ્લસમાંથી જ સરકારને ડીવીડન્ડ ચુકવતી હોય છે.
રિપોર્ટમાં એવુ કહેવાયું હતું કે વિદેશી રોકાણ ગોલ્ડ અને લોન-ધીરાણમાં અનુક્રમે 2.31 ટકા, 15.30 ટકા, અને 38.33 ટકાનો વધારો થયો છે. જેને કારણે એસેટમાં વધારો થયો હતો. બીજી તરફ લાયેબેલીટી તરફ જોઈએ તો કરન્સી નોટસ ઈસ્યુ કરવામાં આવી.એકાઉન્ટસનું રિવેલ્યુએશન અને અન્ય લાયેબીલીટીમાં અનુક્રમે 7.81 ટકા, 20.50 ટકા અને 79.07 ટકાનો વધારો થયો હતો.
- Advertisement -
આરબીઆઈની કુલ એસેટસમાં સ્થાનિક એસેટસ 27.69 ટકા છે. જયારે ફોરેન કરન્સી એસેટસ અને ગોલ્ડ 72.31 ટકા છે.એક વર્ષ અગાઉ સ્થાનિક એસેટસ 28.33 ટકા હતી અને ફોરેન કરન્સી એસેટસ ગોલ્ડ 71.78 ટકા હતી.
કન્ટીજન્સી ફંડ પેટે રૂા.1.31 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી અને આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.એસેટ ડેવલપમેન્ટ ફંડ (એડીએફ) પેટે કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. આરબીઆઈએ કરન્સી નોટસ છાપવામાં 2022-23 માં રૂા.4682.80 કરોડનો ખર્ચ કર્યો હતો. અગાઉના વર્ષે આ ખર્ચ 4984.80 કરોડ હતો.
આરબીઆઈ પાસે 795 મેટ્રીક ટન ગોલ્ડ રિઝર્વ
આરબીઆઈ પાસે માર્ચ 2023 ના અંતે કુલ 794.63 મેટ્રીક ટન ગોલ્ડ સોનુ હતું. જે માર્ચ 2022 ના અંતે 760.42 મેટ્રીક ટનનો વધારો થયો હતો.ગોલ્ડ ડીપોઝીટ સહીત બેન્કીંગ ડીપાર્ટમેન્ટની એસેટ તરીકે જે સોનું છે તેની કુલ વેલ્યુ 17.20 ટકા વધીને રૂા.1,96,864.38 કરોડ થઈ હતી જે અગાઉના વર્ષ રૂા.2,30,733,95 કરોડ હતી.