-કેબીનેટમાં દરખાસ્તને મહોર મરાશે
બેફામ તથા બેજવાબદારીભર્યા ડ્રાઈવીંગને કારણે સર્જાતા પ્રાણઘાતક અકસ્માતો રોકવાની દિશામાં મહારાષ્ટ્ર સરકારે પહેલ કરી છે અને બેદરકારી કે બેફામ ડ્રાઈવીંગને બીનજામીનપાત્ર ગુન્હો બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
- Advertisement -
દેશમાં સૌપ્રથમ મહારાષ્ટ્રમાં રાજય સરકારે તૈયાર કરેલી દરખાસ્ત પ્રમાણે બેફામ ઝડપ અથવા બેદરકારીપૂર્વકના ડ્રાઈવીંગ માટે વાહન ચાલકને એકથી વધુ વખત દંડ થવાના સંજોગોમાં તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે અને બીનજામીનપાત્ર ગુના દાખલ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશ્નરે આ મહત્વનો નિર્દેશ કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજની કેબીનેટ બેઠકમાં દરખાસ્તને આજે મંજુરી આપશે તેમ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ નિર્દેશ કરાયો હતો.
મહારાષ્ટ્રમાં એક બીનસરકારી સંગઠન દ્વારા વાહનોની ગતિની પેટર્ન સંબંધી અભ્યાસ કરીને બ્લેક સ્પોટ વિશે સરકારને રીપોર્ટ કરાયો હતો. રસ્તાની ખરાબ હાલત, સ્પીડ લીમીટ વિશે કોઈ નિશાન કે બોર્ડ ન હોવા જેવા બાબતોનો ઉલ્લેખ હતો. આ સિવાય આડેધડ પાર્કીંગ જેવા પાસાઓ પણ રજુ કરવામાં આવ્યા હતા.
સરકારના રિપોર્ટ પ્રમાણે 2021માં એકલા મુંબઈમાં જ માર્ગ અકસ્માતમાં 364 લોકોના મોત થયા હતા તેમાંથી 44 ટકા પગપાળા જતા લોકો અને 35 ટકા ટુ-વ્હીલર ચાલકો હતો દર મહિને ઓવરસ્પીડનાં 8000 કેસ થયા છે જયારે પીધેલા વાહનચાલકોનું પ્રમાણ પણ મોટુ છે.
- Advertisement -
સંગઠનની શ્રેણીબદ્ધ ભલામણ સાથેના રીપોર્ટના આધારે રાજય સરકારે બેફામ કે બેફીકરાઈથી વાહન ચલાવવાને બીનજામીનપાત્ર ગુનો ગણવાની દિશામાં વિચારણા હાથ ધરી છે. આજે કેબીનેટ બેઠકમાં ફેસલો થવાની શકયતા છે.