જંબુસરમાં સ્થપાનારા પાર્કનો ડી.પી.આર. સરકારને સોંપાયો: કેબીનેટની મંજૂરી બાદ આખરી ઓપ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને આંધ્ર પદેશ એમ ત્રણ રાજયોમાં ગત ડિસેમ્બર-2022માં બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, જેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ત્યારથી આ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના માટેની દિશામાં ગુજરાત સરકારે ખૂબ જ ઝડપથી કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનએ ડીટેઈલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેને આખરી ઓપ અપાઈ ગયા બાદ હવે, ગુજરાત સરકારને આ ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ સોંપ્યો છે. જેના પગલે બલ્ક ડ્રગ્સ પાર્ક માટેનો માર્ગ ઝડપથી મોકળો થશે. હવે, ગુજરાત સરકાર આ ડીપીઆરને મંત્રી મંડળની બેઠકમાં રજૂ કરીને મંજૂરી આપશે. ત્યારબાદ બલ્ક ડ્રગ્સ કંટ્રોલ પાર્કની સ્થાપના કરાશે. ગુજરાત સરકારે આ માટે જંબુસરની પસંદગી કરી છે. દેશના આ પ્રથમ બલ્ક ડ્રગ્સ કંટ્રોલ પાર્કની સ્થાપના કરાશે.
ગુજરાત સરકારે આ માટે જંબુસરની પસંદગી કરી છે. દેશના આ પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક માટે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગે (આઈએમડી) જંબુસર ખાતે 2200 એકર જમીનનું સીમાંકન કર્યું છે. આ પ્રોજેકટ માટે ભારત સરકાર 1000 કરોડ આપશે. જીઆઈડીસીએ જંબુસર ખાતે પાર્કની સ્થાપના માટે રાજય અમલીકરણ એજન્સી (એસઆઈએ)ની નિયુકતિ કરી દીધી છે. દેશના ત્રણ રાજયમાં આ વિશાળ પ્રોજેકટની સ્થાપના થવાથી ગુજરાતમાં જ દવાઓનું મોટાપાયે જથ્થાબંધ ઉત્પાદન શરૂ કરાશે.
ભારત સરકારે સપ્ટેમ્બર-2022 જયારે ગુજરાત સહિતના ત્રણ રાજયોમાં આ પાર્કની સ્થાપના માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. ત્યારે તેમણે 90 દિવસમાં તેનો ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાની સૂચના આપી હતી. જોકે, ગુજરાતમાં ડીપીઆર તૈયાર કરવામાં 7 મહિના જેટલો સમય
ગયો છે.
દેશના ફાર્મા સેકટરમાં ગુજરાતનો ફાળો 28 ટકા
દેશની ફાર્મા નિકાસ 25 અબજ જેટલી છે. જેમાં ગુજરાતનો ફાળો 28 ટકા જેટલો છે. જયારે ગુજરાતના સ્થાનિક બજારોમાં હિસ્સો 30 ટકા જેટલો છે. જોક, દેશમાં ફાર્મા સેકટરમાં છેલ્લા વર્ષોમાં ઈનપુટ ખર્ચમાં ઘણો માટો વધારો નોંધાયો છે.