દેશના પુર્વીય ક્ષેત્રના અરુણાચલ પ્રદેશ પર ચીનના ડોળા અને સતત આ ક્ષેત્રમાં સરહદ પર વધુ લશ્કરી બાંધકામો અને સુવિધા ઉભી ના કરી ભારત માટે પડકાર સર્જવાના ડ્રેગનના પ્રયાસોને ભરી પીવા ભારતીય સૈન્યએ અરુણાચલ પ્રદેશમાં અત્યાર સુધીની સૌથી મોટી યુદ્ધ કવાયત શરૂ કરી છે. શક્તિશાળી તોપ તથા બખ્તરવેધ ગાડીઓ સહિત સૈન્યનું આર્ટીલરી યુનીટ ભારતની એક પણ ઈંચ જમીન પર કબજો જમાવી શકે નહી તે માટે ફુલપ્રુફ જમીની સુરક્ષા અને જરૂર પડે
તો વળતો હુમલો કરવા સહિતની યુદ્ધ ક્ષમતાનું ભારત પ્રદર્શન કરશે. અરુણાચલએ આ યુદ્ધ કવાયત ‘બુલંદ ભારત’ માં ભૂમિદળ અને હવાઈદળ પણ સામેલ છે. અત્યંત ઉંચા દુર્ગમ સ્થળો પર પહોંચી શકતી 155 મીમીની બોફોર્સ હોવિત્ઝર- તોપ, 105 મીમી ફિલ્ડગન 122 એમ.એમ. મોર્ટાર અને અન્ય શસ્ત્ર સાધનો સાથે આ કવાયત ચાલુ છે. ભારત અને ચીન વચ્ચેની 3488 વાસ્તવિક અંકુશ રેખા (એકચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ અકઈ) માં છેલ્લા ચાર વખતમાં લદાખથી અરુણાચલ ક્ષેત્રમાં અનેક વખત બન્ને સૈન્યના જવાનો બાખડી પડયા છે અને ચીનના ભારતની ભૂમિ પર કબ્જાના પ્રયાસો નિષ્ફળ બનાવાયા બાદ હવે આ કવાયત અત્યંત મહત્વની સાબીત થશે.
- Advertisement -
આ કવાયતમાં દેશમાં જ નિર્મિત ધનુષ અને સારંગ ગનનું પણ પરિક્ષણ થશે તથા પીનાકા અને સ્પેર્ચ મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ ઉપરાંત એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપ તથા કે-9 વજુ પ્રોપલ્ડ ટ્રેક ગનનો પણ કવાયતમાં ઉપયોગ થશે. ગત મહિને ભારતીય હવાઈદળે આ ક્ષેત્રમાં યુદ્ધના સમયે તાકીદે શસ્ત્ર સહિતનો પુરવઠો પહોંચાડવા સૈન્યના તોતીંગ- હરકયુલસ ટ્રાન્સપોર્ટ વિમાનો તથા પહાડી ક્ષેત્રમાં પણ ચળવળ છે. ઉડતા ચીનુક હેલીકોપ્ટરની તથા સી-17 ગ્લોબ માસ્ટર અને એમઆઈ-17 હેલીકોપ્ટરથી કવાયત કરી હતી.