આજથી સાપ્તાહિક કેબીનેટ બેઠક પણ રદ
વધુ એક બ્રેઈન સર્જરી: ભુપેન્દ્ર પટેલ સતત હાજર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પુત્ર અનુજ પટેલ પર રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ મુખ્યમંત્રી હિન્દુજા હોસ્પીટલમાં નિષ્ણાંત તબીબોની ટીમ અનુજ પટેલની સઘન સારવાર કરી રહ્યા છે. ગઈકાલે અનુજ પટેલ પર ફકત 72 કલાકમાં ત્રીજી વખત બ્રેઈન સર્જરી થઈ હતી અને હજુ સતત આઈસીયુમાં રખાય છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ હાલ મુંબઈમાં જ છે અને તેઓએ તમામ શુભચિંતકોને મુંબઈ નહી આવવા અપીલ કરી છે અને હોસ્પીટલ દ્વારા નિયમીત બુલેટીન બહાર પાડશે. અનુજ પટેલ પર બ્રેઈન સ્ટ્રોક બાદ તેમને પહેલા અમદાવાદની કે.ડી. હોસ્પીટલમાં સારવાર અપાઈ હતી અને બાદમાં મુખ્યમંત્રી હિન્દુજા હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ભુપેન્દ્ર પટેલ મુંબઈ હોવાથી આજની કેબીનેટ બેઠક પણ રદ કરવામાં આવી છે. ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે હિન્દુજા હોસ્પીટલ દોડી ગયા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા તબીબો સાથે વાતચીત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી શ્રી અમિત શાહે અગાઉ જ ભુપેન્દ્ર પટેલને ફોન કરીને અનુજ પટેલના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી.