મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પોતાની કેપ્ટન્સીમાં સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતાડનાર રોહિત શર્માએ આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સનરાઈઝર્સ વિરૂદ્ધ 28 રનોની ઈનિંગ રમનાર રોહિતે IPL ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જલવો યથાવત છે. તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ટીમે સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતી છે. આવા બીજા પણ ઘણા રેકોર્ડ છે. જે રોહિતે પોતાના નામે કર્યા છે.
- Advertisement -
It's a 🟢 light for this celebration and moment! 🤌#OneFamily #SRHvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/T2g3fNjglH
— Mumbai Indians (@mipaltan) April 18, 2023
- Advertisement -
રોહિત શર્માએ મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મેચ જીતી, જેમાં પોતાના બેટથી શાનદાર શોર્ટ રમ્યા. તેમણે 18 બોલ પર 28 રનોની ઈનિંગ રમી. તેની સાથે તેમણે આઈપીએલ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
રોહિત 6 હજાર રન બનાવનાર ચોથા પ્લેયર
હકીકતે રોહિતે આઈપીએલ ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે. રોહિતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 232 મેચ રમી, જેમાં 30.22ના સરેરાશથી 6014 રન બનાવ્યા છે. તે સમયે તેમણે 247 છગ્ગા અને 535 ચોગ્ગા માર્યા છે. તેમણે 1 સેન્ચુરી અને 41 હાફ સેન્ચુરી મારી છે.
6 હજાર રન બનાવનાર ચોથા ખેલાડી
રોહિત આઈપીએલના ઈતિહાસમાં 6 હજાર રન બનાવનાર ચોથા ખેલાડી બની ગયા છે. હાલ, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે રનોનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. કોહલીએ અત્યાર સુધી 228 મેચ રમી છે. જેમાં 36.60ની સરેરાશથી 6844 રન બનાવ્યા છે. કોહલી હવે 7 હજાર રમ પુરા કરવાની નજીક છે.
View this post on Instagram
સૌથી વધારે રન બનાવનાર પ્લેયર
વિરાટ કોહલી- 228 મેચ- 6844 રન
શિખર ધવન- 210 મેચ- 6477 રન
ડેવિડ વોર્નર- 167 મેચ- 6109 રન
રોહિત શર્મા- 232 મેચ- 6014 રન
સુરેશ રૈના- 205 મેચ- 5528 રન
હાલના ખેલાડીમાં ધોની પાંચમાં નંબર પર
સૌથી વધારે રનોના મામલામાં કોહલી બાદ શિખર ધવન છે. તેમણે 210 મેચોમાં 6477 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છે. જેમણે 167 મેચોમાં 42.13ના શાનદાર સરેરાશથીસ 6109 રન બનાવ્યા છે. આ ચારે બાદ પાંચમા નંબર પર હાજર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે. તેમણે 239 મેચોમાં 5037 રન બનાવ્યા છે.