માર્ચમાં GSTની આવકમાં 13%નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર માટે આર્થિક મોરચે સારા સમાચાર આવી રહ્યા છે. અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે દેશની ઈકોનોમીનાં ગ્રોથનો ગ્રાફ સડસડાટ ઊંચે જઈ રહ્યો છે. ફુગાવાના દરમાં ઘટાડો, જીએસટીની આખા વર્ષમાં રેકોર્ડ બ્રેક આવક પછી હવે ઋઢ 23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનાં આંકડા પણ દેશનું અર્થતંત્ર મંદીનાં વમળમાંથી બહાર આવી રહ્યું હોવાના સંકેતો આપે છે. ઋઢ2023માં સીધા કરવેરાની કુલ વસૂલાતમાં 173 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેને કારણે સરકારની તિજોરીમાં રૂ. 19.68 લાખ કરોડની આવક થઈ જે 20.33 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ટેક્સ રિફંડ એડજસ્ટ કર્યા પછી સીધા કરવેરાની ચોખ્ખી આવક રૂ. 16.61 લાખ કરોડ થઈ જે 17.63 ટકાનો વધારો દર્શાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (ઈઇઉઝ) દ્વારા આ આંકડા જાહેર કરવામાં
આવ્યા હતા.
સૌથી વધુ વેરા વસૂલાત કરતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જો કે મહારાષ્ટ્રનો ફાળો સૌથી વધુ 5.20 લાખ કરોડનો છે. જીએસટીમાં જે ફેરફારો થયા છે તેનાં કારણે ડાયરેક્ટ ટેક્સની આવક નાણાકીય વર્ષ 2021-22માં 2.52 ટકા રહી હતી. જે છેલ્લા 15 વર્ષમાં સૌથી મોટામાં મોટો વધારો દર્શાવે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જીડીપીનાં સંદર્ભમાં વર્ષ 2013-14માં 5.6 ટકા હતું જે 2021-22માં વધીને 5.97 ટકા રહ્યું હતું. કરવેરાની વસૂલાતનો ખર્ચ 2013-14માં 0.57 ટકા હતો વર્ષ 2021-22માં ઘટીને 0.53 ટકા નોંધાયો હતો.
સરકારની સીધા કરવેરાની આવકમાં તો જંગી વધારો થયો જ છે પણ માર્ચમાં ૠજઝની આવક પણ 13 ટકા વધી હતી. આખા વર્ષમાં ૠજઝની આવકમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો હતો. માર્ચ 2023માં ૠજઝ કલેક્શન 13 ટકા વધીને રૂ. 1.60 લાખ કરોડનો આંક વટાવી ગયું હતું.
સરકારી તિજોરી છલકાઈ : 15 વર્ષમાં સીધા કરવેરાની સૌથી વધુ આવક
