રાજસ્થાનથી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
જયપુર – દિલ્હીની અવર – જવર વધુ સરળ: PM
- Advertisement -
ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે દેશના જુદા જુદા રૂટ પર નવી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. આજે દિલ્હી અને જયપુરના મુસાફરોની વંદે ભારત ટ્રેનની રાહનો અંત આવ્યો છે. પીએમ મોદી આજે એટલે કે 12 એપ્રિલ, 2023ના રોજ રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે. રાજસ્થાનના જયપુરથી દિલ્હી માટે આ રૂટ પરની પ્રથમ વંદે ભારત ટ્રેનને રવાના કરી છે. ઙખ આ ટ્રેનને દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરી હતી.
રાજસ્થાનને આજે પહેલી વંદે ભારત ટ્રેન મળી. જયપુર – દિલ્હીની અવર – જવર વધુ સરળ બની. રાજસ્થાનના ઉદ્યોગોને પણ મોટી મદદ મળશે:ઙખ. રાજસ્થાનના ધાર્મિક સુધી પહોંચવું વધુ સરળ. 2 મહિનામાં 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. વંદે ભારત ટ્રેનોમાં 60 લાખ લોકોએ સફર કરી. આ ટ્રેન લોકોનો સમય બચાવે છે. એક ટ્રિપમાં લોકોનો સમય બચે છે. આ બચેલો સમય અન્ય કાર્યોમાં ઉપયોગી બને છે. વંદે ભારત તમામ ખુબીઓથી સંપન્ન.