સાંસદોને ફાળવાયેલા ભંડોળનો 145%નો ઉપયોગ: યુપી, ઝારખંડના સાંસદો પણ વિકાસકામો માટે સક્રીય
કેન્દ્ર શાસીત પ્રદેશોના સાંસદોએ એકપણ રૂપિયો ન વાપર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશના સાંસદોને તેમના મતક્ષેત્રમાં વિકાસકામો અને લોકસુવિધા વધારવા માટે દર વર્ષે રૂા.5 કરોડનું જે ખાસ ભંડોળ આપવામાં આવે છે. તેના ઉપયોગમાં દેશના તમામ રાજયોના સાંસદો કરતા ગુજરાતના સાંસદો સૌથી મોખરે રહ્યા છે. મેમ્બર્સ ઓફ પાર્લીયામેન્ટ લોકલ એરીયા ડેવલપમેન્ટ સ્કીમ તરીકે ઓળખાતી આ યોજના 2022/23ના નાણાકીય વર્ષમાં ગુજરાતના સાંસદો માટે રૂા.66 કરોડની ફાળવણી થઈ હતી.
તેની સામે આ ભંડોળના રૂા.95.77 કરોડનો ઉપયોગ કર્યો. તા.27ના રોજ લોકસભામાં આપવામાં આવેલી આ માહિતીમાં કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંઘે જણાવ્યું કે ગુજરાતના મંદિરોમાં તેમની ફાળવણીના 141% જેટલી રકમનો ઉપયોગ કરે છે. જયારે ગુજરાત બાદના ક્રમે ઉતરાખંડ, કર્ણાટક અને કેરાળાનો પણ સમાવેશ થાય છે. આ ભંડોળમાં લોકસભાના સભ્ય તેના નિશ્ર્ચિત મતક્ષેત્ર અને રાજયસભાના સભ્ય રાજયભરમાં તેના ભંડોળનો ઉપયોગ કરી શકે છે. આ ભંડોળ તેલંગાણાને ઉતરાખંડના સાંસદોએ તેમના ભંડોળના 55.8% અને 63.6% જેટલી રકમનો ઉપયોગ કર્યો છે.
આ ડેટા દર્શાવે છે કે ઉતરપ્રદેશના સાંસદોને માટે રૂા.427.5 કરોડની રકમ પર ફાળવવામાં આવી હતી. રાજયના લોકસભામાં 80 સાંસદ છે અને તેમાં 99% રકમનો ઉપયોગ થયો છે. જયારે લક્ષદ્વીપ, ચંદીગઢ, આંદામાન નિકોબાર અને દાદરાનગર હવેલીના સાંસદોએ તેમના ભંડોળનો ઉપયોગ કર્યો નથી. સાંસદ તેના મતક્ષેત્રમાં જે પ્રોજેકટ કે કામકાજ સુચવે તેની યોગ્યતા પછી રાજય સરકાર સાથે સંકલન કરી જીલ્લા કલેકટર મારફત તેનો અમલ થાય છે.