દીપક બોક્સર બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો, 9 જાન્યુઆરી 2023ના રોજ તે કોલકાતાથી ફ્લાઈટ લઈને મેક્સિકો ભાગી ગયો હતો પણ દિલ્હી પોલીસે દીપકની ધરપકડ કરી છે
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલ ગેંગસ્ટર દીપક બોક્સરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે સ્પેશિયલ સેલની ટીમે FBIની મદદથી દીપકને મેક્સિકોથી પકડ્યો છે અને દિલ્હી પોલીસે દેશની બહાર ગયા બાદ પહેલીવાર કોઈ ગેંગસ્ટરને પકડ્યો છે.
- Advertisement -
મેક્સિકો ભાગી ગયો હતો દીપક બોક્સર
પોલીસના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈએ દીપક બોક્સરને ભારતમાંથી ભાગવામાં મદદ કરી હતી. મળતી જાણકારી અનુસાર દીપકને એકથી બે દિવસમાં ભારત લાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે દીપક બોક્સર સિવિલ લાઈન્સ વિસ્તારમાં બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો. દિલ્હી-એનસીઆરનો ટોપ ગેંગસ્ટર દીપક બોક્સર રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ ગોગી ગેંગની કમાન સંભાળી રહ્યો હતો. દીપક બોક્સરને મુરાદાબાદથી રવિ અંતિલના નામે ખોટો પાસપોર્ટ બનાવ્યો હતોઅને 29 જાન્યુઆરી 2023ના રોજ કોલકાતાથી ફ્લાઈટ લઈને મેક્સિકો ભાગી ગયો હતો.
28 ગેંગસ્ટરોના નામ જાહેર કર્યા હતા
નોંધનીય છે કે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી મોટી જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, NIA દ્વારા લગભગ 28 ગેંગસ્ટરોના નામ અને તેમની ક્રાઇમની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને સુપરત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ગેંગસ્ટરના પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિત કેટલાક અન્ય રાજ્યો સાથે પણ કનેક્શન છે.
ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી આ લોકોના નામ જાહેર કર્યા
NIA દ્વારા જાહેરાત કરાયેલ આ તમામ ગેંગસ્ટરો વિદેશમાં રહીને ભારતમાં ટાર્ગેટ કિલિંગ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી સહિત અનેક મોટા ગુનાહિત કેસોને અંજામ આપવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તે ગેંગસ્ટરોના નામોની સૂચિ તૈયાર કરી છે જેઓ ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે અને ત્યાંથી ભારતના ઘણા રાજ્યોમાં ગુનાહિત કેસોને અંજામ આપવાનું ચાલુ રાખે છે. મહત્વનું છે કે, હવે વિદેશ મંત્રાલય દ્વારા સંબંધિત દેશોને જાણ કર્યા પછી આ ગેંગસ્ટરો સામે કેવી રીતે કાર્યવાહી કરવી અને તેમને ભારત પ્રત્યાર્પણ કેવી રીતે કરવું તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી આ લોકોના નામ અને સરનામાની યાદી જાહેર કરી છે.