નવા નાણાકીય વર્ષના પહેલા બિઝનેસ સપ્તાહના પ્રથમ દિવસે બેંકિંગ અને ઓટો શેરોમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
નવા નાણાકીય વર્ષના પહેલા બિઝનેસ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સારી થઈ છે. બેંકિંગ અને ઓટો શેરોમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે આ ટ્રેડિંગ અઠવાડિયું નાનું છે કારણ કે 4 એપ્રિલે એટલે કે આવતી કાલે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજારમાં રજા છે.
- Advertisement -
સપ્તાહના પ્રથમ દિવસે બીએસઈનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 139.64 પોઈન્ટ્સ અથવા 0.24 ટકાના વધારા સાથે 59,131.16 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 68.20 અંક એટલે કે 0.39 ટકાના વધારા સાથે 17,427.95 પર ખૂલ્યો હતો.