ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવ્યું. એવામાં હવે ટેસ્ટ સીરિઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ફોર્મેટમાં જંગ જામશે. બંને ટીમો વચ્ચે આજથી એટલે કે શુક્રવારથી ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રહેશે નહીં. આ સિરીઝ માટે ભારતની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં છે, જ્યારે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. સ્મિથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરી હતી.
આ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા
પહેલી વનડેમાં વિરાટ કોહલી સિવાય સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરનો ભાગ બની શકે છે. સાથે જ હાર્દિક પંડ્યા સિવાય ટીમ ઈન્ડિયા રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં 3 ઓલરાઉન્ડર ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે. મુંબઈ વનડે મેચ માટે બોલરોની વાત કરીએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવી શકે છે અને કુલદીપ યાદવ સ્પિનર તરીકે પ્લેઇંગ 11 નો ભાગ બની શકે છે.
- Advertisement -
#TeamIndia trained at the Wankhede Stadium ahead of the 1st ODI against Australia.
Snapshots from the same 📸📸#INDvAUS pic.twitter.com/UuaBhjbCaC
— BCCI (@BCCI) March 16, 2023
- Advertisement -
ODI સીરીઝની ત્રણ મેચ ક્યાં રમાશે?
આ ત્રણ મેચની ODI સીરીઝના શેડ્યુલ મુજબ પહેલી મેચ શુક્રવાર 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ 19 માર્ચ રવિવારના રોજ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચ બુધવારના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ODI ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો. અહીં તમને વિવિધ ચેનલો પર વિવિધ ભાષાઓમાં કોમેન્ટ્રી સાંભળવા મળશે લાઇવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપમાં પણ જોઈ શકાય છે.
🗣️🗣️ 'Their intensity in practice rubs onto the youngsters' 💪
Ahead of the #INDvAUS ODI series opener, Fielding Coach T. Dilip explains how @imVkohli & @imjadeja have been role models in the field for the youngsters 👏👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/4NourJOfR7
— BCCI (@BCCI) March 15, 2023
પહેલી વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ
ભારતીય સ્કવોડ –
શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા , રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને જયદેવ ઉનડકટ
ઓસ્ટ્રેલિયન ટીમ-
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, એશ્ટન અગર, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લિસ અને નાથન એલિસ