આઈકયુએરના રિપોર્ટમાં દાવો: મહાનગરોમાં સૌથી વધુ પ્રદુષિત રાજધાની દિલ્હી
ભારતીયો સાત ગણી ઝેરીલી હવામાં શ્ર્વાસ લે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એક બાજુ આપણે ડિઝીટલ યુગમાં જઈ રહ્યા છીએ ત્યારે બીજી બાજુ દુનિયાનાં 20 પ્રદુષિત શહેરો પૈકી 14 પ્રદુષિત શહેરો ભારતનાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ આઈકયુએરના રિપોર્ટમાં થયો છે. નિશ્ચીત ધોરણોથી 7 ગણી ઝેરીલી હવાઓમાં શ્વાસ લઈ રહ્યા છે.ભારતીયો વર્ષ 2022 માં દુનિયાનો 8મો સૌથી પ્રદુષિત દેશ ભારત રહ્યો છે. વર્ષ 2021 માં ભારત પાંચમા ક્રમે હતો.
વર્લ્ડ એર કવોલીટી રિપોર્ટમાં આ દાવો કરાયો છે. રિપોર્ટમાં 2022 ના આધાર પર 131 દેશોનું આકલન કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ દુનિયાનાં સૌથી વધુ પ્રદુષિત 20 શહેરોમાં 19 શહેરો એશીયાનાં છે.જેમાં 14 ભારતીય શહેરો છે.ટોપ 50 પ્રદુષિત 39 ભારતના છે. ભારતનું સૌથી પ્રદુષિત શહેર રાજસ્થાનનું ભિવારી રહ્યું હતું. મહાનગરોમાં સૌથી પ્રદુષિત શહેર દિલ્હી રહ્યું છે. પ્રદુષિત રાજધાનીઓમાં નવી દિલ્હી બીજા ક્રમે છે. વર્ષ 2021 માં તે સૌથી પ્રદુષિત હતી. ભારતનાં લગભગ 60 ટકા શહેરોમાં ડબલ્યુએચઓના ધોરણોથી 7 ગણુ પ્રદુષણ છે.
વર્ષ 2022 માં ભારતમાં હવાનું પ્રદુષણ માપવાનું એકમ પીએમ 2.5 માં કેટલોક ઘટાડો આવ્યો હતો તેનું સ્તર 53.3 માઈક્રો ગ્રામ/કયુબીક મીટર રહ્યું હતું તે 2021 માં (58.1 માઈક્રોગ્રામ/કયુબીક મીટર)થી થોડુ ઓછુ છે. વર્ષ 2022 માં ભારતે નેશનલ કલીન એર પ્રોગ્રામના લક્ષ્યમાં ફેરફાર કર્યો અને વર્ષ 2026 સુધીમાં પ્રદુષણમાં 40 ટકા કમી લાદવાની વાત કરી છે.
- Advertisement -
દુનિયાનાં ટોપ ટેન પ્રદુષિત દેશ
ક્રમ દેશ પ્રદુષણનું સ્તર
1 ચાડ 89.7
2 ઈરાક 80.1
3 પાકિસ્તાન 70.9
4 બહેરીન 66.6
5 બાંગ્લાદેશ 65.8
6 બુર્કીના ફાસો 63
7 કૂવૈત 55.8
8 ભારત 53.3
9 ઈજીપ્ત 46.5
10 તાઝીકિસ્તાન 46