ક્રાઇમ બ્રાંચે દારૂનો 18.67 લાખનો મુદામાલ ઝડપી પાડયો
જૂનાગઢમાં હોળી-ધુળેટી તહેવારમાં મસમોટો દારૂનો જથ્થો ઠલવાઇ તે પહેલા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી અને લાખોનો દારૂ ઝડપી પાડયો હતો. જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ સેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ જે.જે.પટેલ અને પીએસઆઇ જે.જે.ગઢવી સહિતના સ્ટાફ સાબલપુર પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે સાબલપુર ચોકડી નજીક જી.જે.14 ઝેડ 0787 નંબરના ટ્રકમાં બટાકાની આડમાં સંતાલેડ દારૂની બોટલ નંગ 2784 જેની કિંમત રૂા.11,45,280 સહિતનો કુલ મુદ્દામાલ 18.67 લાખ સાથે દેવદત બાવકુભાઇ બસીયા રહે.જેતપુર જીથડી ગામનાને ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે આ દારૂનો જથ્થો પ્રોહી. બુટલેગર ધિરેન અમૃતલાલ કારીયા અને ભગા કરશન હાજર મળી આવ્યા ન હતા ત્યારે એલસીબી પોલીસે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.