પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યમથકમાંથી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. બીજેપી ચીફ જેપી નડ્ડા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જનતાએ અમને અને અમારા સહયોગીઓને આશીર્વાદ આપ્યા છે. સામાન્ય જનતાને નમન કરવાનો વધુ એક અવસર આવ્યો છે. આજના પરિણામો દર્શાવે છે કે ભારતમાં લોકશાહી અને લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ મજબૂત થયો છે. તેમણે એમ પણ કહ્યું કે અગાઉની સરકારોને પૂર્વોત્તરની ચિંતા નહોતી.
‘હવે ઉત્તરપૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી દૂર’
આ રાજ્યોના લોકોએ અમારા તથા સાથીઓને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. દિલ્હીમાં બીજેપી માટે કામ કરવું મુશ્કેલ નથી પરંતુ નોર્થ ઈસ્ટમાં અમારા કાર્યકરોએ બમણી મહેનત કરી છે, હું તેમની મહેનતની પ્રશંસા કરું છું અને તેમનો આભાર માનું છું. તેમણે કહ્યું કે, આ ચૂંટણી દિલના અંતરની સમાપ્તિ સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે.
- Advertisement -
I express my gratitude to women of Northeast. It is for the first time a woman candidate has won elections & reached Vidhan Sabha (Nagaland): PM Modi at BJP headquarters, Delhi pic.twitter.com/2uNApGCNGZ
— ANI (@ANI) March 2, 2023
- Advertisement -
હવે ઉત્તરપૂર્વ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ વધુ મને એ વાતનો સંતોષ છે કે વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે ઉત્તર પૂર્વમાં વારંવાર જઈને લોકોના દિલ જીત્યા. હું તેમની સખત મહેનત માટે પ્રશંસા અને આભાર માનું છું. તેમણે કહ્યું કે, આ ચૂંટણી દિલના અંતરની સમાપ્તિ સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે ઉત્તરપૂર્વ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ વધુ મને એ વાતનો સંતોષ છે કે વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે ઉત્તર પૂર્વમાં વારંવાર જઈને લોકોના દિલ જીત્યા.
નાગાલેન્ડ અને મેઘાલયના પરિણામો પર ટ્વિટ કરીને પીએમ મોદીએ ત્યાંના કાર્યકરો અને લોકોનો આભાર માન્યો હતો. ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યના વિકાસને પ્રોત્સાહન આપવાનું ચાલુ રહેશે. ત્રિપુરાના લોકોનો આભાર માનતા તેમણે કહ્યું કે, “મને ત્રિપુરાના તમામ ભાજપના કાર્યકર્તાઓ પર તેમના પાયાના સ્તરે અદભૂત પ્રયાસો માટે ગર્વ છે.”
#WATCH | After today's election result, Congress has revealed its hatred towards the smaller ones…I want to convey to Congress that your this hatred will make you lose further…: Prime Minister Narendra Modi, Delhi pic.twitter.com/KwJ2LS1eh6
— ANI (@ANI) March 2, 2023
કોંગ્રેસે તેની નફરત જાહેર કરી છે’
આપણા કેટલાક શુભચિંતકો એવા પણ છે કે જેઓ ચિંતિત છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? પરિણામ આવ્યા ત્યાં સુધી મેં ટીવી જોયું નથી અને એ પણ જોયું નથી કે ઈવીએમને ગાળો પડવા લાગી છે કે નહિ.. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો મોદીની કબર ખોદવાનું ષડયંત્ર રચે છે. પણ કમળ ખીલતું રહે છે, ખીલતું જ રહે છે. કેટલાક લોકો કટ્ટરતાથી બેઈમાની પણ કરે છે. બેઈમાન કહે છે મોદી મરી જાઓ. લોકો કહે છે કે મોદી ન જાઓ. કોંગ્રેસે પોતાની નફરત જાહેર કરી છે. કોંગ્રેસ કહી રહી છે કે આ નાના રાજ્યો છે, તેમના પરિણામોથી બહુ ફરક નથી પડતો. જ્યારે હૃદયમાં ભારતને જોડવાની કોઈ લાગણી નથી…