શિક્ષણ વિદ્યાશાખાના સિનિયર ડીન ડો. નિદત બારોટે કુલપતિ સમક્ષ મેરીટ લિસ્ટ બાબતે તપાસ કરવા માગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં આ વખતે પણ પ્રવેશ – (ઙવ.ઉ.) માં ભૂલો કરવામાં આવી છે. જનરલ કેટેગરીમાં અપાયેલા પ્રવેશમાં મેરીટ નં-6 ખરેખર લાયકાત ધરાવતો નથી. છતા તેને પ્રવેશ આપી દેવાયો છે. શિક્ષણ વિદ્યાશાખાના સિનિયર ડીન ડો. નિદત બારોટે કુલપતિ સમક્ષ મેરીટ લીસ્ટ બાબતે તપાસ કરવા માગ કરી છે જેના જણાવ્યા મુજબ જનરલ કેટેગરીમાં પ્રવેશ અનામતમાં આવતા વિદ્યાર્થીને તો જ મળે, જો એની અન્ય લાયકાત જનરલ કેટેગરી માટે જરૂરી હોય તે પુરી થતી હોય. પ્રવેશ અપાયેલો આ વિદ્યાર્થી બક્ષીપંચમાં આવે છે, તેને અનુસ્નાતક કક્ષાએ 55 ટકા થતા નથી, માટે અન્ય મેરીટને આધારે તેને પ્રવેશ ફરજિયાત બક્ષીપંચની સીટ પર આપવો પડે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ પ્રવેશ કાર્યવાહીમાં હંમેશા જાણી જોઈ ને ભૂલો કરવા ટેવાયેલી છે. અગાઉ પ્રવેશ બાબતે પણ વિવાદ થયો હતો. ગત વર્ષે પીએચ.ડી. પ્રવેશ વખતે પણ વિવાદ થયો હતો. એમ.એ.ઈંગ્લિશ જૂન 2022 વખતે પણ અનામત વિદ્યાર્થીઓને અન્યાય કર્યો હતો,
આપ આ મુદ્દે યોગ્ય તાપસ કરી જવાબદાર સામે પગલાં લેશો તેવે અપેક્ષા છે.” ડો. નીદત બારોટે કુલપતિ સમક્ષ અંગ્રેજી ભવનનાં પીએચ. ડી. પ્રવેશ પ્રક્રિયા 2022 ના મેરીટ લીસ્ટ બાબતે તપાસ કરવા માગણી કરી છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના Ph.D પ્રવેશમાં ગોટાળા



