બાઘાએ પત્રકારને મારી નાખવાની ધમકી આપી હતી
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તૌસિફ ઉર્ફે બાઘા બામરોટીયા સામે આઈપીસીની કલમ 506 (2) હેઠળ ગુનો દાખલ
- Advertisement -
સોશિયલ રિપોર્ટ અખબાર-ચેનલનાં પત્રકાર આશિષ ડાભીને પોતાના વિશે ન્યૂઝ પેપરમાં છાપવાની ના પાડી ધમકી આપતો હતો ગુંડો બાઘો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ બની રહી છે. જેમાં જંગલેશ્વરનો કૂખ્યાત બૂટલેગર તૌસિફ ઉર્ફે બાઘો સૌથી હિટ લિસ્ટ પર હતો જેના વિરુદ્ધ બી ડિવિઝનમાં એફઆઈઆર નોંધાઈ છે. સોશ્યલ રિપોર્ટ નામના અખબાર અને ન્યૂઝ ચેનલ ચલાવનાર પત્રકાર આશિષ ડાભીને મોબાઈલ નંબર પર અવારનવાર કોલ કરી પોતાના વિશે ન્યૂઝ પેપરમાં છાપવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી બદલ આઈપીસીની કલમ 506 (2) હેઠળ ગુનો દાખલ થયો છે.
મળતી વિગતો પ્રમાણે સોશ્યલ રિપોર્ટ ન્યૂઝ નામથી અખબાર ચલાવતા પત્રકાર આશિષ ડાભી અસામાજિક તત્વો, બુટલેગરો, પેડલરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી કાળા કામોનો પર્દાફાશ કરી રહ્યા છે. જેને લઈન ગત 16 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે તેમના મોબાઈલ પર એક ફોન આવે છે જેમાં તેમને કહેવામાં આવે છે કે, મારી પાસે એક મોટું કામ છે. તને ઘણા રૂપિયા મળશે. કાળા કાચવાળી ગાડી તને લેવા માટે આવશે. તારે ફક્ત તેમાં બેસી જવાનું છે. કામ પૂરું થાય એટલે ગાડી ફરી તને મૂકી જશે. પત્રકાર આશિષ ડાભી દ્વારા જ્યારે આ કોલની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ફોન કરનાર વ્યક્તિ જંગલેશ્વરનો કુખ્યાત બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા છે. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સોશ્યલ રિપોર્ટના આશિષ ડાભીએ એક સોગંદનામું પણ કર્યું ઉમેર્યું કે, તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટીયા જંગલેશ્વર, રાજકોટવાળા તરફથી જીવનું જોખમ હોય મને કંઈ પણ ઈજા થાય કે મારુ મૃત્યુ થાય કે અકસ્માત થાય તો તે અંગેની તમામ જવાબદારી તૌસિફ ઉર્ફે બાધા ઉમરેટીયાની રહેશે.
- Advertisement -
આશિષ ડાભીએ અગાઉ બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા વિરુદ્ધ પોતાના અખબારમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જેનો ખાર રાખીને બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમેરેટિયા પત્રકાર આશિષ ડાભીનું હત્યા કરવાની ઈચ્છા ધરાવે છે. બુટલેગર બાઘાએ અવાર નવાર ફોન કરી આશિષ ડાભીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. બુટલેગર તૌસિફ ઉર્ફે બાઘો ઉમેરેટિયા એક રીઢો ગુનેગાર છે, પૈસાના જોરે રાજકીય વગ ધરાવે છે. ભૂતકાળમાં અનેક વખત તેના પર જુદીજુદી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હવે તે વાત કરવા માટે પત્રકાર આશિષ ડાભીને મળવા બોલાવી તેની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યો હોય એવું જણાય આવતા આશિષ ડાભી નામના પત્રકારે તૌસિફ ઉર્ફે બાઘો ઉમરેટિયા નામના બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશનરને એક અરજી હતી. જેને લઈને હવે બી ડિવિઝન પોલીસમાં તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.