ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચે એવા શુભ હેતુને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે જળસંચય અભિયાનનો ફેબ્રુઆરી થી જ પ્રારંભ કર્યો છે. આ સમગ્ર અભિયાન 31મી મે 2023 સુધીમાં સમગ્ર રાજ્યમાં વેગવંતુ બનશે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે કલેક્ટર આર.જી.ગોહીલે સુજલામ સુફલામ જળ અભિયાન-2023નો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે કલેક્ટરે આ અભિયાન અંતર્ગત પાણીને અમૂલ્ય ગણાવતા ઉપસ્થિત તમામ લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવા સૂચન સહિત આ અભિયાનમાં સર્વની જનભાગીદારી થાય અને પાણી બચાવીને દરેક વ્યક્તિ પોતાનું અમૂલ્ય યોગદાન આપે એવી અપીલ પણ કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વાય.ડી.શ્રીવાસ્તવે આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં જળસંચયનો વ્યાપ વધારવો તેમજ ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા ઉપરાંત સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવી તેમજ પાણીનો બગાડ ઘટાડવો છે તેવું જણાવી ઉમેર્યુ હતું કે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. આ અભિયાન દરમિયાન આ તળાવ મનરેગા યોજના અંતર્ગત ગામના જ સ્થાનિક 70થી વધુ બિન કુશળ શ્રમીકો દ્વારા કામ કરી ઊંડુ ઉતારવામાં આવશે. જે કામની અંદાજીત રૂ 6,72,309 સાથે આ કામ દ્વારા કુલ 1500 ઈઞખ (ઘન મીટર) માટી કાઢવામાં આવશે અને તળાવ ઊંડું કરવામાં આવશે તેમજ ટોટલ લેબર ખર્ચ રૂ.6,34,616 થશે.આ કામમાં કુલ 2655 માનવ દિવસો થશે અને શ્રમિકોનું એક દિવસનું માનવ વેતન વધારેમા વધારે રૂ.239 ચુકવવામાં આવશે.અને તળાવ ઊંડુ થવાથી અને ચોમાસા દરમિયાન આજુબાજુનાં નદીનું પૂરનું પાણી આ તળાવમાં સંગ્રહ થશે. જેથી આજુબાજુના આશરે 5 હેક્ટરનાં ખેડુતોને ઉનાળા દરમિયાન સિંચાઇ માટે પાણીની તંગી દુર થશે.