મોરબીના ભૂતપૂર્વ કલેકટરનો ‘કાળો જાદુ’: અશક્ય ગણાતા કામને ‘મલાઈ ખાઈ’ને સંભવ કરી બતાવ્યું
ધાર્મિક સંસ્થાને ફાળવાયેલી જમીન દસ-બાર લીટીનો હુકમ કરીને ખાનગી વ્યક્તિને ફાળવી દીધી
- Advertisement -
દસેક એકર રોડ-ટચ જમીનની બજાર કિંમત રૂપિયા પચ્ચીસથી ત્રીસ કરોડ
ભૂતપૂર્વ કલેકટર ઉપરાંત જરીફ સહિત ત્રણ-ચાર વ્યક્તિની કૌભાંડમાં સંડોવણી
અધિકારીઓને કોઈનો ખૌફ નથી: મહેસૂલ મંત્રી, મહેસૂલ સચિવ આ મુદ્દે જાગે તે જરૂરી
- Advertisement -
જમીનમાં આ પ્રકારે હેતૂફેર કાયદાની તદ્દન વિરૂદ્ધ: આ પ્રકરણમાં વર્તમાનના કલેકટર જો રિવિઝનમાં લેશે તો (નિવૃત્ત) કલેકટરના તપેલાં ચડી જશે અને જેલનાં સળિયા ગણવા પડશે
ભલભલા ભ્રષ્ટ અધિકારી પણ જેવો હુકમ કરતા થરથરી જાય તેવો ઓર્ડર ભૂતપૂર્વ કલેકટરે જબરા આત્મવિશ્ર્વાસ સાથે કરી આપ્યો: શું ભ્રષ્ટ પૂર્વ કલેકટરની પહોંચ ઠેઠ ગાંધીનગર સુધી છે?