ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં વ્યાકરણ વિભાગ દ્વારા તા. 08 થી 10 ફેબ્રુ. સુધી શબ્દશાળા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન પ્રભાસ જ્યોતિ શૈક્ષણિક ભવનનાં સભાગૃહમાં રાખેલ હતું. જેમાં મુખ્યાતિથિ તરીકે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. ગોપબંધુ મિશ્ર અને વિશિષ્ટ અતિથિ તરીકે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ ડો. એચ. આર. વિશ્વાસ જોડાશે. આ કાર્યક્રમનાં પ્રેરણાસ્ત્રોત અને અધ્યક્ષ અત્રેની વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ ડો. લલિતકુમાર પટેલ રહેશે. અને આ કાર્યશાળાનાં આમંત્રક અત્રેની વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડો. દશરથ જાદવ રહેશે. આ કાર્યશાળામાં વિશ્વવિદ્યાલય પરિસર અને વિશ્વવિદ્યાલય સંલગ્ન મહાવિદ્યાલયોના 50 પ્રશિક્ષણાર્થી ભાગ લેશે. ત્રિ-દિવસીય કાર્યશાળામાં ઉદ્ઘાટન અને સમાપન સત્ર સિવાયના 10 સત્રોનું આયોજન કરવામાં આવશે. જેમાં વિભિન્ન ક્ષેત્રોમાં વપરાતા આધુનિક શબ્દો માટે સંસ્કૃત શબ્દો ઉપલબ્ધ નથી તેવા શબ્દોનું વ્યાકરણ પદ્ધતિથી નિર્માણ કઈ રીતે થઈ શકે તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કાર્યક્રમના સંયોજક પ્રો. વિનોદ કુમાર ઝા અને ડો. વિદુષી બોલ્લા અને સહસંયોજક રવિ રાદડિયા છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 3 દિવસ શબ્દશાળા કાર્યશાળાનું આયોજન
