RBI દ્વારા પાયલેટ પ્રોજેક્ટના રૂપમાં 12 શહેરોમાં જે ક્યૂઆર કોડ બેસ્ડ વેંડિંગ મશીનોને લોન્ચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. તેમાં યુપીઆઈ દ્વારા કોઈ પણ ગ્રાહક સરળતાથી સિક્કા કાઢી શકશે.
ATM મશીન પર જ્યારે તમે પૈસા ઉપાડવા જાવ છો તો ATM કાર્ડ નાખવા પર નોટ બહાર નિકળે છે. પરંતુ હવે ATMમાંથી નોટોની સાથે સિક્કા પણ બહાર નિકળશે. બુધવારે ત્રણ દિવસની RBI MPCની બેઠક બાદ ગર્વર્નર શક્તિકાંત દાસે સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારાની જાહેરાત કરી છે. સાથે જ ક્યૂઆર આધારિત વેડિંગ મશીનનો પાયલેટ પ્રોજેક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
- Advertisement -
UPI દ્વારા ઉપાડી શકાશે સિક્કા
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે કેન્દ્રીય બેંક ક્યૂઆર આધારિક વેંડિંગ મશીનનું પાયલેટ પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય સિક્કાઓની ઉપલબ્ધતાને વધારવાનો છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંક શરૂઆતમાં તેને દેશના 12 શહેરોમાં શરૂ કરવા જઈ રહ્યું છે. આ ક્યૂઆર કોડ બેસ્ડ વેંડિંગ મશીનોનો ઉપયોગ યુપીઆઈ દ્વારા કરવામાં આવશે અને તેની નોટના કારણે સિક્કા બહાર કાઠશે. જોકે આ પાયલેટ પ્રોજેક્ટ માટે 12 શહેરોની પસંદગી કરવામાં આવી છે તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
બેંક એકાઉન્ટમાંથી ડેબિટ થશે પૈસા
આ Coin Vending Machinesથી કોઈ પણ ગ્રાહક પોતાના UPI એપ દ્વારા મશીનની ઉપર લાગેલા ક્યૂઆર કોડ સ્કેન કરીને સિક્કા કાઢવામાં સક્ષમ હશે. જેની કિંમતના સિક્કા ગ્રાહક ઉપાડશે, તેને રજીસ્ટર્ડ બેંક એકાઉન્ટથી તે રકમ ડેબિટ થઈ જશે. બિલકુલ સરળ પ્રોસેસથી જે પ્રકારે તમે ATM પર જઈને પોતાના Debit Card દ્વારા નોટ ઉપાડો છો તેવી જ રીતે આ મશીન પર ક્યૂઆર કોડ સ્કેન કરીને સિક્કા ઉપાડી શકશો. હાલ 12 શહેરોમાં શરૂ થયવા જઈ રહેલા આ પાયલટ પ્રોજેક્ટની સફળતાને આધારે તેનો વિસ્તાર કરવામાં આવી શકે છે.
Rapo Rateમાં 0.25% ટાકાનો વધારો
RBI ગવર્નરે જ્યાં રેપો રેટમાં વધારાનો નિર્ણયથી દેશની સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. ત્યાં જ આ નવી જાહેરાતથી રાહત આપવાનું પણ કામ કરવામાં આવ્યું છે. MPCમાં વિચાર કર્યા બાદ લેવામાં આવેલા નિર્ણય વિશે જાણકારી આપતા શક્તિકાંત દાસે એ પણ જણાવ્યું કે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે UPI સુવિધાઓ શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે એક વર્ષ પહેલાની બેઠકમાં રિઝર્વ બેંકે નીતિગત રેટ અથવા રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. ત્યાર બાદ રેપો રેટ વધારીને 6.50 ટકા પર હોંચી ગયો છે.