હવાઈ સફરમાં હવે એ સ્થિતિ છે કે તમારે વિમાનમાં મુસાફરીનો જેટલો સમય લાગે તો અનેક સફરમાં તેના કરતા વધું સમય એરપોર્ટ પર સિકયોરીટી વિના કારણે વિતાવવો પડે છે પણ તમો ફકત 53 સેકન્ડની હવાઈ સફર અંગે ભાગ્યે જ સાંભળ્યું હશે પણ તે વાસ્તવિકતા છે અને તે માટે તમારે 14 પાઉન્ડની ટિકિટ ખરીદવાની એટલે કે અંદાજ રૂા.1800 આપવા પડશે.
આ સૌથી ટુંકી હવાઈ સફરમાં વિમાન ટેક ઓફ કરે અને લેન્ડીંગ કરે તે વચ્ચે ફકત 53 સેકન્ડનો સમય જ તમો ‘વિમાની-સફર’ કરો છો. આ એક વ્યાપારી ઉડાન છે. ફકત મોજ મજાની નહી. આ સફર સ્કોટલેન્ડમાં થાય છે. આ દેશના બે ટાપુઓ વચ્ચે ફકત હવાઈ માર્ગે જઈ શકાય તેવી સ્થિતિ છે. વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે નામના બે ટાપુઓમાં થોડા સો લોકો રહે છે. બન્ને વચ્ચે થોડા જ માઈલનું અંતર છે પણ તેનો દરિયો એટલો પથરાય છે કે નાવ ચલાવવી મુશ્કેલ છે તેથી નાનું વિમાન સરકાર સબ્સીડાઈઝ ભાડાથી ઉડાડે છે. જેમાં ફકત 53 સેકન્ડમાં જ આ સફર પુરી થાય છે.
- Advertisement -