ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં રાજ્ય ભાવપંચની બેઠકમાં નિર્ણય લેવાયો છે. જેમાં ડાંગરનો ભાવ રૂ.2750, બાજરીનો ભાવ રૂ.3200 નક્કી કરાયા છે. તથા જુવાર રૂપિયા 5400, મકાઇ રૂપિયા 4500 કરવામાં આવી છે. કેંદ્ર સરકારરાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે રાજ્ય ભાવ પંચે નક્કી કરેલ કિંમત કેંદ્ર સરકારને મોકલી અપાશે. તથા કેંદ્ર સરકાર તમામ રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે. તથા ગુજરાત સરકાર ગત વર્ષ કરતા 8-10% નો વધારો કરવાનો નિર્ણય કરી કેંદ્ર સરકારને ભાવ મોકલાશે.
ત્યારે તુવેર 8000, મગ 9300, અડદ રૂપિયા 8800નો ભાવ છે. તથા મગફળી-7500, તલ-10530ના ભાવ છે. તેમજ કપાસ (લંબતારી) રૂપિયા 8900 ક્વિન્ટલદીઠ ભાવ નક્કી કરાયા છે. રાઘવજી પટેલે ખરીફ સીઝન માટે ટેકાના ભાવ નક્કી કર્યા છે. અને જણાવ્યું છે કે ખેડૂતોને ખ્યાલ આવે કે કેટલા ભાવ મળશે. રાજ્ય સરકારની કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી.
- Advertisement -
ડાંગરનો ભાવ- રૂ.2750
બાજરી ભાવ- રૂ.3200
જુવાર ભાવ- રૂ.5400
મકાઇ ભાવ- રૂ.4500
તુવેર ભાવ- રૂ.8000
મગ ભાવ- રૂ.9300
અડદ ભાવ- રૂ.8800
મગફળી ભાવ- રૂ.7500
તલ ભાવ- રૂ.10530
કપાસ (લંબતારી)- રૂ. 8900 (ક્વિન્ટલદીઠ ભાવ)